Team Chabuk-National Desk: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ દિનપ્રતિદિન નીતનવા વળાંકો લઈ રહ્યો છે. રાજ કુન્દ્રાએ બનાવેલ હોટશોટ્સ એપ્લિકેશનનાં વિરૂદ્ધમાં કેટલીક અભિનેત્રીઓ અને મોડલ ખુલીને નિવેદન આપી રહી છે અને કુન્દ્રાની કાળકુંડળી ખોલી રહી છે. હાલ 14 દિવસ જેલમાં રહેલ કુન્દ્રાને નીચલી અદાલતે 28 જુલાઈના રોજ જામીન આપવાની ના પાડી દીધી છે. આ કેસમાં હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સામે મોડલ અને અભિનેત્રી શર્લિન ચોપરા હાજર થઈ હતી અને તેણે રાજ કુન્દ્રા પર આક્ષેપો કર્યા હતા. શર્લિને આ કેસમાં કુન્દ્રા સામે બિલકુલ વિરૂદ્ધ સેક્સ્યુઅલ મિસકન્ડક્ટનો આરોપ લગાવ્યો છે. આ પહેલા શર્લિને એપ્રિલ 2021માં રાજની સામે FIR કરી હતી.
શર્લિને ભૂતકાળમાં શું શું બન્યું હતું તેની વિગતો પોલીસની સામે રાખી હતી. કુન્દ્રા 27 માર્ચ 2019માં બિઝનેસ મીટીંગ બાદ એક મેસેજને લઈને થયેલી અંટસના કારણે, કોઈને પણ કહ્યા કારવ્યા કે પૂછ્યા વિના શર્લિનની ઘરે આવ્યો હતો. શર્લિને આરોપ લગાવ્યો કે રાજે ત્યાં તેને જબરદસ્તી કિસ કરી હતી. જ્યારે તે તેને કિસ કરવાની ના પાડી રહી હતી.
શર્લિને રાજ કુન્દ્રાને કહ્યું હતું કે, તે એક વિવાહિત વ્યક્તિની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માગતી. આ વાત પર રાજ કુન્દ્રાએ શર્લિનને કહ્યું હતું કે, તેનો અને તેની પત્નીનો સંબંધ કોમ્પલિકેટેડ છે. અને તે ઘર પર વધારે પડતો સમય તણાવમાં પસાર કરે છે.
શર્લિન ચોપડાને પહેલા જ મુંબઈ પોલીસ સાઈબર સેલ દ્વારા 2020માં આર્મ્સપ્રાઈમ વિરૂદ્ધ FIRમાં આરોપીને રૂપે રજૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે તેને 26 જુલાઈ 2021ના રોજ પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં એક નિવેદન ફાઈલ કરવા માટે બોલાવી હતી. જે પછી તેણી જામીન માટે બોમ્બે હાઈકોર્ટ ગઈ હતી. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને રાજ કુન્દ્રાની માફક ધરપકડનો ડર લાગી રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત