Team Chabuk-Gujarat Desk: ઉતાવળે ગાડી ચલાવતા આપણે આપણો જીવ તો જોખમમાં મૂકીએ જ છીએ પણ પારકાના જીવને પણ જોખમમાં મુકીએ છીએ. આવી જ એક દુર્ઘટના વડોદરા શહેરમાં નોંધાઈ છે, પણ અહીં જોખમ માત્ર મહિલાને હતું. સદનસીબે આ મહિલાનો જીવ બચી ગયો છે. જે સિગ્નલ તોડી ભાગી રહી હતી અને અચાનક એની ટક્કર સફેદ કલરની ટાટા નેનો કાર સાથે થઈ ગઈ. પોલીસે પણ આ સમગ્ર ઘટનાને અન્યોના બોધપાઠ તરીકે લીધી હતી અને અકસ્માતની ઘટનાને તેમના ટ્વીટર પેજ પર અપલોડ કરી લોકોને શીખામણ આપી હતી.
સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે.. આપ પોતે જ જુઓ..@sanghaviharsh @ashishbhatiaips@Shamsher_IPS @GujaratPolice@pkumarias#VadodaraCityPolice pic.twitter.com/EiYKFuZqHd
— Vadodara City Police (@Vadcitypolice) November 9, 2021
ટ્વીટર પર વીડિયો શેર કરી સિગ્નલ તોડવું કેટલું ભયજનક છે તેવી કેપ્શન સાથે પોલીસે અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં મહિલા સિગ્નલ તોડી ફટાફટ નીકળવા જતી હોય છે. એક બાજુ કચરા માટેનો ટ્રક હોય છે. ટ્રક ધીમો ચાલી રહ્યો હોય છે. બીજી બાજુ સફેદ કલરની એક્ટિવામાં સવાર એક મહિલા આવે છે. તેને લાગી રહ્યું છે કે ટ્રકની પાછળ કોઈ નથી પણ ટ્રકની પાછળથી એ જ સમયે સફેદ કલરની ટાટા નેનો કાર ધીમી ગતિએ આવી રહી હોય છે. એ કાર અને ટ્રક બંનેની સ્પીડ ધીમી હોવાના કારણે મહિલા સફેદ કલરની ટાટા નેનો કાર સાથે અથડાઈને રોડમાં પડી જાય છે. તેને કોઈ ગંભીર ઈજા નથી પહોંચતી. ટ્રક અને કારમાંથી ચાલકો ઉતરે છે અને મહિલાને ઉભી કરે છે. એક સમય માટે વિચારો કે ટ્રક અને કાર બંનેની સ્પીડ વધારે હોત તો મહિલા ફંગોળાયને ક્યાં સુધી જાત? શક્ય છે કચડાય પણ જાય.
પણ આ અકસ્માતની ઘટના અન્ય વાહનવીરોને સમજાય, જે લોકો ભરચક ટ્રાફિકથી અને સિગ્નલમાં વ્યય થતા સમયને બચાવવા માટે ઝડપથી પોતાના વાહનને હંકારતા હોય છે. એ માટે વડોદરા શહેર પોલીસે તેને પોતાના ટ્વીટર પેજ પર અપલોડ કર્યો હતો. આ સીસીટીવી દૃશ્યથી વડોદરાવાસીઓએ એક વાત તો માનવી રહી કે ટ્રાફિક પોલીસનો કોઈ વાંક નથી. વાંક શહેરીજનોનો જ છે, જે સિગ્નલ તોડી ઝડપથી ક્યાંક પહોંચવાની તાલાવેલીમાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત