Homeગામનાં ચોરેરાજસ્થાન: બસ અને ટ્રકની જોરદાર ટક્કરમાં 11 ભડથું થઈ ગયા

રાજસ્થાન: બસ અને ટ્રકની જોરદાર ટક્કરમાં 11 ભડથું થઈ ગયા

Team Chabuk-National Desk: રાજસ્થાનના બાડમેરમાં બાડમેર-જોધપુર હાઈવે પર બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ખાનગી બસ અને ટ્રકની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કરના પરિણામે ટ્રક અને બસ આગની ઝપેટમાં આવી ગયાં હતાં. જેમાં 11 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. દુર્ઘટનામાં અન્ય 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ અધીક્ષક દીપક ભાર્ગવના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના બાંદિયાવસની પાસે બસ અને ટ્રકની ટક્કરમાં થઈ હતી. ટક્કર બાદ બસ અને ટ્રક આગની લપેટમાં આવી ગયા હતા. જેના કારણે અગિયાર યાત્રિકોના મોત થઈ ગયા હતા અને અન્ય 22 ઘાયલ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, દસ મૃતદેહ ઘટનાસ્થળ પર જ મળી આવ્યા હતા. જ્યારે એક ઘાયલની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થઈ છે. ગંભીરરૂપથી ઘાયલ લોકોને જયપુર ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે બસમાં કુલ 25 લોકો સવાર હતા. ટક્કર થતા બસમાં આગ લાગી ગઈ હતી. જેથી લોકો તેમાં ફસાઈ ગયા હતા. કેટલાક લોકો મહામુસીબતે બસની બારી તોડી બહાર નીકળ્યા હતા. દુર્ઘટનાના સમાચાર મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને દસ લોકોને બહાર કાઢ્યા હતા. દુર્ઘટનાના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઈ મોટી સંખ્યામાં પોલીસની ટૂકડી ફરજ પર ઉભી રાખવી પડી હતી.

બસમાં સવાર એક યાત્રીએ જણાવ્યું હતું કે, બસ બાલોતરાથી આશરે 10 વાગ્યે રવાના થઈ હતી. હાઈવે પર વિરૂદ્ધ દિશામાંથી આવી રહેલા ટ્રકે બસને ટક્કર મારી દીધી હતી. જેના કારણે આગ લાગી ગઈ અને બસ રાખ થઈ ગઈ. ઘટનાની માહિતી મળતા પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયાની સહાય આપવાનું એલાન કર્યું છે. આ સિવાય ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, બાડમેરમાં થયેલી બસ-ટ્રકની દુર્ઘટનાના સંબંધમાં બાડમેરના જિલ્લા અધિકારી સાથે ફોન પર ચર્ચા કરી તેમને રાહત અ બચાવ કાર્યના સંબંધમાં આદેશ આપ્યા છે. ઘાયલોને સારામાં સારો ઈલાજ પૂર્ણ પાડવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments