Team Chabuk-Gujarat Desk: ખરાબ બિયારણની કરવાના મામલે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાનામુંજીયાસર ગામના સરપંચ મનસુખભાઈ શાળાએ વેપારી પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી આ લાંચ લેવા માટે નાનામુંજીયાસર ના સરપંચ મનસુખભાઈ જૂનાગઢ પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેઓ એસીબીની ટેપમાં ફસાઈ ગયા હતા આમ લાંચ માંગવાના કેસમાં નાનામુંજીયાસર ના સરપંચ જેલની હવા ખાઇ રહ્યા છે
મળતી માહિતી પ્રમાણે આ કામના ફરીયાદી સીંગદાણાના બિયારણનો વેપાર કરતા હોઈ જેની પાસેથી નાના મુંજીયાસાર ગામના ખેડૂતોએ બિયારણ ખરીદ્યું હતું. આ બિયારણ ખરાબ નીકળતા ખેડૂતોએ ફરિયાદીને વાત કરી હતી. જેથી ફરિયાદીએ ખરાબ બિયારણ પેટે ખેડૂતોને વળતર આપેલ. જે બાબતની આરોપીને જાણ થતાં આરોપીએ ફરિયાદીને ટેલીફોનીક સંપર્ક કરી ફરિયાદી પાસે રૂ. ૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રૂ. ૩,૦૦,૦૦૦/- આપવાના નક્કી થાય હતા. જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૩,૦૦,૦૦૦/- ની ગેર કાયદેસર રીતે લાંચની માંગણી કરી સ્વીકારી લાંચની રકમ સાથે સ્થળ ઉપર પકડાઇ જઈ પોતાના સરપંચ તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગુનો આચાર્યો હતો.
આરોપી મનસુખભાઇ બચુભાઈ ક્યાડા નાના મુંજીયાસરથી લાંચ લેવા માટે મારુતિ ઓઇલ મીલ પાસે, ભેસાણ રોડ,જૂનાગઢ આવ્યા હતા. જ્યાં એસીબીએ તેઓને રંગેહાથ લાંચ સ્વીકારતા ઝડપી લીધા હતા. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત