Homeગુર્જર નગરીભાવનગરની મહિલા કોલેજના આચાર્યએ વિદ્યાર્થિનીઓને ભાજપમાં જોડાવા નોટિસ મોકલી, ભૂલ સમજાતાં રાજીનામું...

ભાવનગરની મહિલા કોલેજના આચાર્યએ વિદ્યાર્થિનીઓને ભાજપમાં જોડાવા નોટિસ મોકલી, ભૂલ સમજાતાં રાજીનામું આપ્યું

Team Chabuk-Gujarat Desk: ભાવનગરની ગાંધી મહિલા કોલેજના મહિલા આચાર્ય ભાજપની ભક્તિ કરવા જતા ભરાય ગયા છે. કોલેજના મહિલા આચાર્યએ વિદ્યાર્થિનીઓને એક નોટિસ મોકલીને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે કહ્યું હતું. જો કે શિક્ષણના ધામમાં રાજકારણ ઘુસતા વિવાદ વકર્યો હતો અને આચાર્યને પોતાની કરેલી ભૂલ સમજાતાં સામેથી જ તેમણે રાજીનામું આપી દેવું પડ્યું છે.

ભાવનગર શહેરની શ્રીમતી નર્મદાબાઈ ચત્રભુજ ગાંધી અને ભાનુમતી વાડીલાલ ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના આચાર્યએ ગત તારીખ 24 જૂન 2022ના રોજ એક નોટિસ જાહેર કરી હતી. જેમાં વિદ્યાર્થિનીઓને ભાજપના પેઇજ કમિટીમાં સભ્ય બનવા આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈ વિવાદ શરૂ થયો હતો અને ભાવનગરનું રાજકારણ ગરમાયું હતું. આ નોટિસમાં વિદ્યાર્થિનીઓને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મોબાઈલ ફોન પણ ફરજિયાત લાવવો તેમ જણાવ્યું હતું. કોલેજમાં મોબાઈલ પર પ્રતિબંધ છે તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

કોલેજના ટ્રસ્ટી ડોક્ટર ધીરેન વૈષ્ણવએ આ અંગે જણાવ્યું કે, આચાર્યને કોઈનો દોરી સંચાર હતો અને તેમને કોમ્પ્યુટરમાં લખાણ કરીને તેનો ફોટો પાડીને માત્ર સોશિયલ મીડિયા મારફત વિદ્યાર્થિનીઓને મોકલ્યો હતો. તેમને વ્યક્તિગત આ કામ કર્યું છે અને તેમનાથી આ ભૂલ થઈ ગઈ છે. જેને લઈને તેઓએ સામેથી રાજીનામું ધરી દીધું છે. જોકે, આ અજુગતા થઈ ગયું હોય અને શૈક્ષણિક સંકૂલને રાજકીય રંગ ન લાગે તેની અમે તકેદારી લીધી છે.

આ સમગ્ર મામલાને લઈ કોંગ્રેસે ભાજપને આડે હાથે લીધી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખે આ સમગ્ર મામલાને લઈ જણાવ્યું હતું કે, ભાજપની પેઝ કમિટીઓ કેવી રીતે બને છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ કોલેજનું નામ ભાજપ મહિલા કોલેજ રાખી દો. અમે એ જાણવાનો પ્રયત્ન કરશું કે આ કોના ઈશારે પત્ર લખીને આપવામાં આવ્યો છે. તેમજ યુનિવર્સિટીને પણ આ અંગે રજૂઆત કરીશું. આ એકમાં જ નહી પણ બીજી આવી ઘણી સંસ્થાઓ છે જેમાં આ જ કામ થાય છે તેવા આક્ષેપો પણ કર્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments