Team Chabuk-Gujarat Desk: ગીરના જંગલનો રાજા એટલે સિંહ. સિંહની ડણક સાંભળી ભલભલા પશુ-પક્ષીઓ અને માણસ ડરી જાય. ત્યારે ગીરના જંગલનો એક અદભુત વીડિયો સામે આવ્યો છે. જેમાં જંગલના રાજા સિંહને એક કાંચબો હંફાવી રહ્યો છે. વર્ષોથી આપણે સસલા અને કાચબાની જે વાર્તા સાંભળીએ છીએ એ કાચબાભાઈએ સિંહને પણ હરાવ્યો છે. ગીરના જંગલના વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ સિંહ કાચબાનો શિકાર કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ કાચબાને મળેલી કુદરતી બક્ષિશ એવા તેના મજબૂત શરીરના કારણે સિંહો શિકાર કરવામાં નિષ્ફળ રહે છે.
કાચબાએ સિંહને પરસેવો વાળી દીધો pic.twitter.com/puIorYXWR1
— thechabuk (@thechabuk) February 9, 2022
આ વીડિયો સાસણ ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ પાસેનો છે. જ્યાં કબચાનો શિકાર કરવાનો પ્રયાસ કરતા ત્રણ સિંહ નજરે પડી રહ્યા છે. સિંહો શિકાર કરતા હોવાની સમગ્ર ઘટના વન વિભાગના અધિકારી મોહન રામે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્રણ ત્રણ સિંહ એક બાદ એક કાચબાનો શિકાર કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ કાચબાની જીત થાય છે અને સિંહો થાકીને કાચબાને મૂકીને ચાલ્યા જાય છે. આ આખી ઘટનાને સાસણ ગીર નાયબ વન સંરક્ષક ડૉ મોહન રામે પોતાના કેમેરા અદભુત રીતે કંડારી છે.
ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમના કાંઠે જઈ રહેલો કાચબો ત્રણ સિંહોની નજરમાં આવતા સિંહોએ આ કાચબાને મોઢામાં પકડી શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, કાચબા એ મોં અંદર કરી લેતા સિંહો કાચબાનો શિકાર કરવામાં અસફળ રહ્યા હતા. શરીર પર મજબુત કવચ ધરાવતા કાચબાનો શિકાર કરવા ત્રણેય સિંહોએ ખૂબ મહેનત કરી પરંતુ સફળ થયા ન હતા. જેથી આખરે હાંફી જઈ થોડે દુર બેસી ગયા હતા. બાદમાં કાચબો ડેમના પાણીમાં જતો રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
