Homeગુર્જર નગરીPM Modi Gujarat: જામનગરમાં વડાપ્રધાન મોદી અચાનક પોતાની કારમાંથી નીચે ઉતરી કોને...

PM Modi Gujarat: જામનગરમાં વડાપ્રધાન મોદી અચાનક પોતાની કારમાંથી નીચે ઉતરી કોને મળ્યા, જુઓ VIDEO

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન આજે તેઓ જામનગર પહોંચ્યા છે. જામનગરમાં ભવ્ય રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ જામનગર જિલ્લાના 1448 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જામનગર પધારેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં પ્રધાનમંત્રીના આગમનને લઈ લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર જોવા મળ્યા હતા. જામનગરમાં રોડ શો યોજાઈ હતો. આ દરમિયાન પીએમ મોદી પોતાની કારમાંથી નીચે ઉતરી અચાનક જ એક વ્યક્તિને મળ્યા હતા. તેમની પાસે હિરાબા અને પ્રધાનમંત્રી મોદીની તસવીરો હતી.

આ રોડ શોમાં તસવીરો લઈને ઉભેલા એક વ્યક્તિને જોઈને પોતાની ગાડીમાંથી ઉતરીને તેમને મળ્યા હતા. બાદમાં એક તસવીર પીએમ મોદીએ પોતાની પાસે રાખી, જ્યારે બીજી તસવીર પર પીએમ મોદીએ હસ્તાક્ષર કરી તે વ્યક્તિને પરત આપી હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ તસવીરોમાં હિરાબા અને વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે.

પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઈ (SAUNI) યોજના લિંક 3 (અંડ ડેમથી સોનમતી ડેમ સુધી), સૌની યોજના લિંક 1 (અંડ-1 ડેમથી સાની ડેમ સુધી) નું પેકેજ 5 અને હરીપર 40 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું પેકેજ 7 સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે.
 
પ્રધાનમંત્રી દ્વારા જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો તેમાં કાલાવડ/જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, લાલપુર બાયપાસ જંકશન ફ્લાયઓવર બ્રિજ, હાપા માર્કેટ યાર્ડ રેલ્વે ક્રોસિંગ અને નવીનીકરણનો, ગટર સંગ્રહ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.

જામનગરમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહને સત સત નમન કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, જામ દિગ્વિજયસિંહે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકોને જામનગરમાં આશરો આપ્યો હતો. જેનું ઋણ પોલેન્ડ આજે પણ ભૂલ્યું નથી. થોડા સમય પહેલા યુક્રેનમાં જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા ત્યારે પોલેન્ડ સરકારે તેને પરત લાવવા મદદ કરી તેનું કારણ મહારાજા દિગ્વિજયસિંહના દયાળું સ્વભાવની મૂડી હતી.

જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments