Team Chabuk-Gujarat Desk : રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે. 81 નગરપાલિકાના કુલ 46.89 લાખથી વધુ અને તાલુકા, જિલ્લા પંચાયતના 2 કરોડ 50 લાખ જેટલા મતદાન કરશે. આમ, રાજ્યમાં આજે કુલ 4 કરોડ 9 લાખ જેટલા મતદારો કરશે.
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 31 હજાર 370 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાંથી કુલ 6 હજાર 443 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે અને 3 હજાર 532 મતદાન મથકો છે જે અતિસંવેદનશીલ જાહેર કરાયા છે.
ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે. સાથે જ જીતનો દાવો પણ કરી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે એક એવા પણ સમાચાર આવ્યા છે જ્યાં કોંગ્રેસના નેતા ખુદ કોંગ્રેસને જ મત નથી આપી શક્યા.
વાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની છે. હાર્દિક પોતે કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં કોંગ્રેસને મત આપી શક્યો નથી. કારણ કે જ્યાં હાર્દિકે મતદાન કર્યું છે ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ ન હતો. હાર્દિક પટેલ વિરમગામનો વતની છે. તે નગરપાલિકાના વોર્ડ નંબર 2માં મતદાન કરવા માટે પહોંચ્યો હતો. જોકે, હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, જે અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે તે કોંગ્રેસ પ્રેરિત છે. તેણે કહ્યું કે, વર્ષોથી વિરમગામમાં અપક્ષ ઉમેદવારોને ઉભા રાખવાની પરપંરા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એવી અઢળક સીટો છે જ્યાં ભાજપના ઉમેદવારો બિન હરિફ વિજેતા જાહેર થઈ ગયા છે. આ વાતને લઈ રાજકીય પક્ષો વચ્ચે પહેલા જ કાગારોડ મચી હતી.
જણાવી દઈએ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે સુરક્ષાકર્મીઓ ખડેપગે છે. સાથે જ મતદાન કેન્દ્રો પરથી કોરોના ન ફેલાય તે માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. મતદાન કેન્દ્ર પર મતદારોનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ મતદાન મથકો પર સેનેટાઈઝ અને ગ્લોવ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. માસ્ક વગર કોઈ પણ મતદાતાને બૂથમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે. ટીમ ચાબુક પણ મતદારોને અપીલ કરે છે કે મતદાન કરવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો અને માસ્ક અવશ્ય પહેરજો.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા