Homeદે ઘુમા કેસદી પુરી નહતો કરવાનો વિરાટ ? મેદાન પર કે.એલ.રાહુલ અને કોહલી વચ્ચે...

સદી પુરી નહતો કરવાનો વિરાટ ? મેદાન પર કે.એલ.રાહુલ અને કોહલી વચ્ચે થઈ હતી આ વાત

Team Chabuk-Sports Desk: ભારતે બાંગ્લાદેશ સામે જીત મેળવી વર્લ્ડ કપ 2023ની સતત ચોથી જીત મેળવી. જો કે, આ જીતની ખાસ વાત એ રહી કે, કિંગ કોહલીએ પોતાની 48મી સદી પણ પૂર્ણ કરી છે. વિરાટ કોહલીએ 97 બોલમાં 103 રન બનાવ્યા ફટકાર્યા હતા. છેલ્લે લગભગ 26 રન જીત માટે જરૂર હતી ત્યારે કે.એલ.રાહુલ ક્રીઝ પર હતા. જે બાદ બાકીના રન વિરાટ કોહલીએ જ પુરા કર્યા અને પોતાની સદી પણ પુરી કરી. જો કે, મેચ બાદ ખુલાસો થયો કે, વિરાટ કોહલી પોતાની સદી પુરી નહતો કરવા માગતો.

વિરાટ કોહલી સદી ખાતર રમી રહ્યો ન હતો! વિરાટ કોહલી સિંગલ લઈને નોન સ્ટ્રાઈક પર જવા માંગતો હતો, પરંતુ કેએલ રાહુલે વિરાટ કોહલીને રોક્યો હતો અને સદી પુરી કરવા આગ્રહ કર્યો હતો.

કેએલ રાહુલે કહ્યું કે મેં વિરાટ કોહલીને કહ્યું કે તે સિંગલ નહીં લે, જે બાદ વિરાટ કોહલીએ કહ્યું કે જો તે સિંગલ નહીં લે તો લોકોને ખરાબ લાગશે. આમ કરવાથી લોકો કહેશે કે હું મારા અંગત રેકોર્ડ માટે રમી રહ્યો છું. આ પછી કેએલ રાહુલે કહ્યું કે આપણે મેચ સરળતાથી જીતી રહ્યા છીએ, તુ સદી પૂરી કરી શકે છે. જે બાદ વિરાટે કે.એલની વાત માની હતી.

ભારતીય ટીમના હવે 4 મેચમાં 8 પોઈન્ટ છે. જો કે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં હજુ પણ બીજા સ્થાને છે. ભારત અને ન્યુઝીલેન્ડના 8-8 પોઈન્ટ સમાન છે, પરંતુ કિવી ટીમનો નેટ રન રેટ ભારત કરતા સારો છે. હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે ધર્મશાલામાં મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ જેવી ટીમો સામે રમશે.

Virat kohli century

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments