Team Chabuk-Gujarat Desk: આજથી ત્રણ વર્ષ પહેલા સુરેન્દ્રનગરના કર્મચારીને હાઈકોર્ટે વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો પણ તે આદેશનું પાલન થયું ન હોય કન્ટેમ્પ્ટ પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ દ્વારા સરકારને ટકોર કરતા કહેવામાં આવ્યું હતું કે, તમે ભૂલ કરીને માફી માગી લો એટલે તમને માફ ન કરી દેવાય, ક્યાંક તો અમારા હુકમનું પાલન કરો, નહીંતર એક લાખ રૂપિયા દંડ ભરો. તમે તો એવું કહેવા માગો છો કે અરજદાર મંગળ ગ્રહનો કર્મચારી છે? તેનો જન્મ બીજા ગ્રહમાં થયો છે? તમારી પાસે તમારા કર્મચારીઓનો રેકોર્ડ નથી?
બીજી બાજુ સરકાર તરફથી આ મુદ્દે એવો બચાવ કરવામાં આવ્યો હતો કે અમારા તરફથી અરજદારને તેના જન્મતારીખનો પુરાવો આપવા માટે પાંચ વખત યાદ કરાવવામાં આવ્યું હતું. જેથી તેમના છ લાખનું ચૂકવણું કરી શકાય.
કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ગરીબ માણસ 5 વર્ષથી નિવૃત્ત હોવા છતાં તેને હકના નાણાં આપવામાં આવ્યાં નથી. એક પેન્શનર નિવૃત્તિ પછી તેનું ઘર કેવી રીતે ચલાવે? ગરીબ માણસ માટે 5 લાખ ઘણી મોટી રકમ કહેવાય. કાલે તમારા અધિકારીઓ નિવૃત્ત થશે ત્યારે તમને સમજાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત