Team Chabuk-Gujarat Desk: સલમાન ખાને પ્રોડ્યુસ કરેલી અને પંકજ ત્રિપાઠી અભિનિત ફિલ્મ કાગઝ જોનારાઓને ખ્યાલ હશે કે કેવી રીતે એક જીવતા વ્યક્તિને મારી નાખવામાં આવે છે. અને પછી દાયકાઓ સુધી હું પોતે જીવતો છું એ સાબિત કરવા માટેની મથામણ ભરતલાલ બિહારી ઉર્ફ પંકજ ત્રિપાઠી કરે છે. આવું જૂનાગઢમાં પણ થયું છે. એક જીવતિ વ્યક્તિને મારી નાખવામાં આવી છે. એ જીવતિ વ્યક્તિ જ્યારે કચેરીમાં પહોંચી ત્યારે તેને ખબર પડી કે અહીં જવાબદાર અધિકારીઓના હસ્તે હું તો યમધામ પહોંચી ગયો છું!
વાત કંઈક એવી છે કે ભેંસાણમાં રહેતા એક વૃદ્ધ કાળાભાઈ રામાભાઈ પરમારને નિયમ મુજબ દર મહિને સરકાર તરફથી પેન્શન પ્રાપ્ત થતું હતું. જોકે ચાર મહિના થયા છતાં વૃદ્ધના ખાતામાં પેન્શન નહોતું આવ્યું એટલે વૃદ્ધ ચિંતિત થઈ ગયા હતા. એ જ્યારે આ અંગેની રજૂઆત કરવા માટે કચેરીએ પહોંચ્યા તો ચારે ખાનો ચિત્ત થઈ ગયા હતા, કારણ કે રેકોર્ડ પર તેમને મૃત ઘોષિત કરી દીધા હતા.
છેલ્લા ચાર મહિનાથી આ વૃદ્ધ પેન્શન વિહોણા હોય મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. બાદમાં જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા કાળુકાકાને ખબર મળી હતી કે હું તો જીવતો જ નથી. કચેરીમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અંતે નિયમ મુજબ કાળુભાઈએ પોતે કાગળિયાં રજૂ કર્યાં હતા અને તેમને ફરી જીવંત કરવામાં આવ્યા હતા. બોલો, આપણે જીવતા છીએ એને પૂરાવો આપણે નહીં પણ કાગળ છે!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત