Homeસિનેમાવાદ'ટાઈગર 3' ના સેટ પર અભિનેતા સલમાન ખાન થયો ઈજાગ્રસ્ત

‘ટાઈગર 3’ ના સેટ પર અભિનેતા સલમાન ખાન થયો ઈજાગ્રસ્ત

Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ટાઈગર 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે તેણે ફિલ્મના સેટ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વાસ્તવમાં, સલમાન ખાને જણાવ્યું કે તે ‘ટાઈગર 3’ના સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો.સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ટાઈગર 3 ના સેટ પરના તેના લેટેસ્ટ ફોટોમાંની એક ઝલક બતાવી છે, જેમાં તેનો ચહેરો દેખાતો નથી. પરંતુ તેના ડાબા ખભા પર પેઈન રિલીવિંગ પેચ જોવા મળે છે. સલમાને કેપ્શનમાં જણાવ્યું કે કેવી રીતે તેના ખભામાં ઈજા થઈ. તેણે લખ્યું, ‘જ્યારે તમને લાગે છે કે તમે દુનિયાનો ભાર તમારા ખભા પર ઉઠાવી લીધો છે, ત્યારે તે કહે છે કે દુનિયાને છોડો પાંચ કિલોનો ડમ્બેલ ઉઠાવો. #ટાઈગર ઘાયલ છે. ટાઈગર 3.

ચાહકોએ સલમાન ખાન માટે ચિંતા વ્યક્ત કરી હતી

ફોટામાં સલમાન ખાનની આ હાલત જોઈને ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાની પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું, ‘જલ્દી સ્વસ્થ થઈ જાઓ’. અન્ય એક યુઝર્સે લખ્યું, ‘તમારી સંભાળ રાખો’. જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું કે, શિકાર કરવા માટે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘ઘાયલ ટાઈગર તેનાથી પણ વધુ ખતરનાક છે.’

સ્પાઈ યૂનિવર્સની પાંચમી ફિલ્મ છે ‘ટાઈગર 3’

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ‘ટાઈગર 3’ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યૂનિવર્સની પાંચમી ફિલ્મ છે. આમાં અભિનેતાની સામે કેટરિના કૈફ જોવા મળશે. ઈમરાન હાશ્મી ‘ટાઈગર 3’માં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં દસ્તક આપી શકે છે. આ ફ્રેન્ચાઈઝીના છેલ્લા બે ભાગ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ સુપરહિટ સાબિત થયા હતા.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments