Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં થઈ હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પોલીસ પરેડ નિદર્શન કર્યા બાદ કોરોના વોરિયર્સને પ્રીકોશન ડોઝ તેમજ વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમોમાં મંત્રીશ્રી જોડાયા હતા.
આ તકે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે સૌથી મોટી લોકશાહી આપણને બંધારણ રૂપે આપી છે. સરદાર પટેલની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા બનાવવાનું કામ પણ ગુજરાતે કર્યું છે, આપણા દેશની અમૂલ્ય આઝાદી માટે શહીદી વહોરનાર તમામ શહીદો, વીરોને આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિતે આપણે વંદન કરીએ છીએ.
શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, દ્રઢ ઇચ્છા શક્તિ અને અદ્વિતીય નેતૃત્વ થકી દેશ અને ગુજરાત આગળ વધી રહ્યું છે. કોરોના મહામારીમાંથી આપણે ઝડપથી બહાર નીકળી રહ્યા છીએ, રાજ્યનો તમામ ક્ષેત્રે ઉતરોતર વિકાસ કરી રહયા છીએ. રાષ્ટ્રીય પર્વની પ્રજાજનોને શુભકામના પાઠવું છું.
વધુમાં તેઓએ કહ્યું હતું કે, ૩૭૦ ની કલમ અને ત્રિપલ તલાક કાયદાની નાબુદી જેવા મહત્વના નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશમાં કર્યા છે. ત્યારે ગુજરાત પણ પ્રજાની સુખાકારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રગતિ કરી રહ્યું છે. રાજકોટને એઇમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે જે સબળ નેતૃત્વની પ્રતિતી કરાવે છે. આરોગ્ય ક્ષેત્રે રસીકરણમાં પણ દેશભરમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે.
રાજ્યની મહિલા સશકત બને, વંચિતોનો વિકાસ થાય, ગામડા આત્મનિર્ભર બને, શહેર જેવી સુવિધા ગામડાઓમાં થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શ્રેષ્ઠ ગુજરાત – શિક્ષિત ગુજરાત બને તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં રાજ્યના યુવાનો ટેકનિકલ અને ઉચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ મેળવે તે માટે શિક્ષણ વિભાગ કામગીરી કરી રહ્યો છે. તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત