Homeગુર્જર નગરીબજેટમાં જૂનાગઢ જિલ્લાને શું મળ્યું ? ‘અન્યાય?’

બજેટમાં જૂનાગઢ જિલ્લાને શું મળ્યું ? ‘અન્યાય?’

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે ગુજરાતનું બજેટ જાહેર થયું. બજેટ રજૂ થવાનું હોય ત્યારે ગુજરાતના દરેક જિલ્લાના નાગરિકોને એવી આશા હોય છે કે તેના જિલ્લાને વિકાસ માટે આ વખતે શું મળ્યું ? ગુજરાતમાં પ્રવાસનધામ તરીકે ખ્યાતનામ અને જ્યાં દેશ વિદેશમાંથી લોકોનું ઘોડાપૂર ઉમટી પડે છે તે જૂનાગઢ જિલ્લાને શું મળ્યું તમને ખબર છે? કંઈ નહીં. આવું અમે નથી કહી રહ્યા પરંતુ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મંત્રી જયેન્દ્રભાઈ જોબનપુત્રા કહી રહ્યા છે.

જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મંત્રી જયેન્દ્રભાઈ જોબનપુત્રાએ સ્થાનિક નેતાની કામગીરી પર સવાલ ઉઠાવતા અને બળાપો ઠાલવતા કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં એકપણ મોટો કહી શકાય તેવો હજ્જારો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ નથી. એવું નથી કે તે માટે ઇન્ફ્ર્રાસ્ટ્રકચર નથી. પરંતુ સ્થાનિક નેતાની નબળી નેતાગીરીના કારણે જૂનાગઢ જિલ્લાને હંમેશા અન્યાય જ થતો આવ્યો છે. કરોડો રૂપિયાની અનેક યોજનાઓને બજેટમાં સ્થાન અપાયું છે, પરંતુ જૂનાગઢ જિલ્લા કે તાલુકાના વિકાસ માટેની એકપણ યોજના જાહેર કરાઇ નથી.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં આ વખતે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ ગલ્લાભાઈ જોષી છે અને આ પૂર્વે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર મશરુ હતા. જયેન્દ્રભાઈ જોબનપુત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરથી સાબિત થાય છે કે સ્થાનિક નબળી નેતાગીરીને માત્ર પોતાના વિકાસમાં જ રસ છે, જિલ્લા કે તાલુકાના વિકાસમાં નહી! જો જિલ્લા કે તાલુકાના વિકાસમાં રસ હોત તો બજેટ બન્યા પહેલા જૂનાગઢ જિલ્લાની વિકાસની શક્યતા દર્શાવતી યોજનાની બ્લુ પ્રિન્ટ લઇ આ યોજનાનો સમાવેશ કરવા ધારદાર રજૂઆત કરાઇ હોત. પરંતુ જૂનાગઢ જિલ્લાની પ્રજાની કમનસીબી છે કે નબળી નેતાગીરી સાંપડી છે જેથી વિકાસલક્ષી એકપણ યોજનાનો બજેટમાં સમાવેશ થયો નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments