Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રવાસીઓ પાસે રાજકોટ સિવાય એરપોર્ટની કોઈ સુવિધા નહોતી. જોકે હવે ખુશીના સમાચાર એ છે કે વર્ષો પહેલા જ્યાંથી વિમાન ઉડાન ભરતું હતું તે કેશોદ એરપોર્ટમાં હવે યાતાયાતની કામગીરી પુન:વેગવંતી બનવાની છે. સોરઠવાસીઓ માટે આ શુભ સમાચાર છે. કેશોદ એરપોર્ટ પર પાંચ વર્ષ બાદ આ કામગીરી શરૂ થઈ રહી છે. 12 માર્ચના રોજ કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ સેવાના શ્રીગણેશ કરશે જ્યારે 13 માર્ચના રોજ વિધિવત પ્રારંભ કરવાના છે.
ઈતિહાસ તપાસીએ તો વર્ષ 2000ની સાલમાં આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં પ્રવાસન ઉદ્યોગમાં કાઠું કાઢી રહેલા દિવમાં એરપોર્ટની કામગીરી શરૂ થઈ હતી. પરિણામે ટ્રાફિક ઓછો થયો હતો. કેશોદમાં વિમાની સેવા ઠપ્પ થવાના કારણે ભૂતકાળમાં વેપારીઓ અને દેશ વિદેશમાં વસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષોથી કેટલાય લોકોની ઈચ્છા હતી કે સોરઠમાં એક એરપોર્ટ હોવું જોઈએ. આ માટે કોમર્શિયલ રૂટ શરૂ કરવા માગ ઉઠી હતી. ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મંડળ, સાંસદ, ધારાસભ્યોએ સતત રજૂઆત કરતા કેન્દ્ર સરકારે કેશોદ એરપોર્ટનો ઉડ્ડાન યોજના હેઠળ સમાવેશ કર્યો હતો. સર્વે સહિતની કામગીરી હાથ ધરાય હતી. હવે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. 13 માર્ચે કેશોદ- મુંબઈ રૂટ પર વિમાન ઉડ્ડાન ભરશે.
કેશોદ એરપોર્ટ ઓથોરિટી ડાયરેક્ટર પ્રસન્નાએ જણાવ્યું હતું કે, 12 માર્ચે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા લોકાર્પણ કરશે અને 13 માર્ચે 72 સીટર વિમાન મુંબઈથી કેશોદ અને કેશોદથી મુંબઈ ઉડ્ડાન ભરશે. જ્યારે ટિકીટ કંપની નક્કી કરતી હોય હજુ વિગતો મળી શકી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
