Homeગુર્જર નગરીનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લૉકડાઉન મુદ્દે 268 શબ્દોમાં આપ્યો આ જવાબ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લૉકડાઉન મુદ્દે 268 શબ્દોમાં આપ્યો આ જવાબ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન નહીં થાય. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંપૂર્ણ લૉકડાઉન ન થવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. પત્રકાર પરિષદમાં લૉકડાઉન મુદ્દે પૂછાયેલા સવાલ મુદ્દે નીતિન પટેલે કહ્યું હતું કે, “જો લૉકડાઉન અંગે જૂદા-જૂદા અભિપ્રાય આવે છે, જૂદા-જૂદા નિષ્ણાતોની જે ચર્ચા આપણે જોઈએ છે તો ઘણાનો અભિપ્રાય એવો છે કે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટંસ જાળવો અને સાબુથી હાથ ધોવાનો વારંવાર ઉપયોગ કરો તો આ બધુ (લૉકડાઉન) કરવાની જરૂરિયાત રહેતી નથી. લૉકડાઉન એ ચેઈન તોડવામાં ઉપયોગી પણ થઈ શકે છે પરંતુ સામે લાખો લોકોની રોજગારી પર, ધંધા-રોજગાર પર, વ્યવસાય પર પણ એની અસર થાય છે અને લૉકડાઉન કરવાથી ચેઈન તૂટી જ જાય એવું પણ વૈજ્ઞાનિક રીતે કોઈ ખાતરી પૂર્વક કહી શકતું નથી. કેટલાય દેશોમાં કેટલાય રાજ્યોમાં સતત લૉકડાઉન કર્યા પછી પણ કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં આવ્યા હતા. આપણે ત્યાં પણ અગાઉ લૉકડાઉન મોટા પ્રમાણમાં લાંબા સમય સુધી રાખીને એ વખતે ચેઈન તોડી શક્યા હતા પરંતુ આ બીજો જે તબક્કો છે એના વાયરસ જે પ્રમાણે છે એની અસર જે છે એ ઝડપથી સંક્રમણ ફેલાવવાની છે. એટલે તમે અડધો દિવસ બજાર બંધ રાખો અને અડધો દિવસ બજારોમાં દુકાનો પર ગ્રાહકોની ભીડ થાય તો એ અડધો દિવસ બંદ રાખેલું બજાર એ કેવી રીતે ઉપયોગી થાય એ પણ બહું સમજી શકાતું નથી. એવી રીતે રાત્રે આપણે કર્ફ્યૂ એટલા માટે મુક્યો છે કે રાત્રે લોકો વધારે સમય હોટલો પર, પાનના ગલ્લા પર કે બીજી નાસ્તાની લારીઓ પર કે ખાલી પોત-પોનાની રીતે બજારમાં, ચોકમાં કે સોસાયટીના કમ્પાઉન્ડમાં બધા એમનેમ બેઠા હોય અને વાતોચીતો કરતાં હોય, નજીકમાં બેઠા હોય અને સમય પસાર કરતાં હોય તો સંક્રમણ થવાનો ભય એ વધારે થતો હોય છે એટલે રાત્રિ કર્ફ્યૂ આપણે નાખ્યો છે અને એનો અમલ સારી રીતે થઈ રહ્યો છે અને એ ઉપયોગી દેખાઈ રહ્યું છે. સંપૂર્ણ લૉકડાઉન કરવું એ હજુ લગભગ કોઈ રાજ્ય સ્વીકારતું નથી. કોઈ વૈજ્ઞાનિક, કોઈ નિષ્ણાતો પણ આ અંગે સ્પષ્ટ અભિપ્રાય હજુ આપી શકતા નથી.”

નાયબ મુખ્યમંત્રીના જવાબ પરથી સ્વૈચ્છિક અડધો દિવસનું લૉકડાઉન કરતાં ગામડાઓના લોકો પણ હવે અસમંજસમાં મુકાયા છે કે, લૉકડાઉન યથાવત રાખવું કે પછી ધંધા-રોજગાર ફૂલ ટાઈમ શરૂ કરી દેવા ?

નીતિન પટેલના આ નિવેદન બાદ લૉકડાઉનની માગણી કરતાં લોકો નિરાશ થયા અને સંક્રમણ વધુ ફેલાવાનો ડર વ્યક્ત કર્યો. અમદાવાદના એક નાગરિકે કહ્યું કે, “એક તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવું કહી રહ્યા છે કે આ વખતે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, બીજી તરફ તેઓએ લૉકડાઉન ન કરવાની વાત કરી એ આશ્ચર્યજનક છે.”

અન્ય એક નાગરિકે કહ્યું કે, “રાજ્ય સરકારે ઉત્તરપ્રદેશ હાઈકોર્ટ પાસેથી શીખ લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે શું હાઈકોર્ટ કહેશે પછી જ સરકાર લૉકડાઉન લગાવશે ?” ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ હાઈકોર્ટે કોરોના બેકાબૂ બનતા યોગી સરકારને લખનઉ, વારાણસી,  કાનપુર, ગોરખપુર અને પ્રયાગરાજમાં લૉકડાઉનનો આદેશ આપ્યો છે.

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments