Team Chabuk-National Desk: ગત્ત વર્ષે લોકડાઉનમાં માત્ર ઉત્તર પ્રદેશમાં એક દિવસમાં એટલો દારૂ વેચાયો હતો કે એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલીનો પ્રથમ દિવસની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આવી સ્થિતિ હવે દિલ્હીમાં ઊભી થઈ છે. બાહુબલી ફિલ્મનો કિર્તીમાન બીજી વખત ખતરામાં છે.
દિલ્હીમાં લોકડાઉન આજ રાતના દસ વાગ્યાથી લાગવાનું છે પણ કેટલાક લોકો એવા છે જેમને પોતાની તબિયત કરતાં દારૂની સૌથી વધારે ચિંતા છે. લોકડાઉનની ખબર કાને અથડાતા જ દારૂવીરો તાત્કાલિક દારૂની દુકાનો પર ઊભા રહી ગયા હતા. 40 ડિગ્રી તડકામાં ઊભવા છતાં પણ ન તો તેમને સૂર્યદેવતાની બીક લાગી રહી હતી ન તો તેમને કોરોનાની બીક લાગી રહી હતી. જ્યારે દારૂ એ જ જીવનનું અંતિમ સત્ય હોય તેમ તેઓ આનંદથી અદબ વાળીને ઊભા હતા.
તમારી ઉંમર થઈ ચૂકી છે તો તમે દારૂપાન કરી જ શકો છે. આપ દિલ્હીમાં છો અને દિલ્હીમાં ગુજરાતની જેમ દારૂબંધી નથી, પણ દારૂ ખરીદવાના નામ પર આટલી ભીડ કરવી એ તો ઉચિત નથી. દારૂની એક એક દુકાન જાણે અનાજ કરિયાણાની દુકાન હોય એમ યુવાનો ઊભા રહી ગયા હતા. આ ભીડને જોતા નથી દેખાઈ રહ્યું સોશિયલ ડિસ્ટન્સિંગ. કેટલાક તો માસ્કને ગળામાં પહેરવાનો દાગીનો સમજી લટકાવીને રખડી રહ્યા છે. કોરોનામાં ભીડ ન થવી જોઈએ પણ હવે ટેસ્ટિંગ સિવાયની આ બીજી લાઈન કેજરીવાલ સરકારની સમસ્યામાં વધારો કરે તો નવાઈ નહીં. ટેસ્ટિંગ જ શું કામ ? ઓક્સિજન મેળવવા માટેની લાઈન, રેમડેસિવિરિ માટેની લાઈન અને આ દારૂની લાઈન!
લોકોને અંદરથી તો એમ જ લાગી રહ્યું છે કે ઘરમાં એકલા હોઈશું તો દારૂ પીને સમય કાપી નાખીશું. માની લો કે આવનારા સમયમાં ગુજરાતમાં લોકડાઉન લાગે છે, જેની દૂર દૂર સુધી કોઈ વાત જ નથી, તો લોકડાઉન તાત્કાલિક લાગુ કરવું પડશે, કારણ કે દિલ્હીમાં તો દારૂની દુકાનમાં ભીડ લાગી છે અહીં પાનની દુકાનમાં મળતા માવા નામના દૃવ્યથી તો આપ સૌ પરિચિત જ હશો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત