Team Chabuk-Gujarat Des: થોડા દિવસ પૂર્વે જૂનાગઢમાં ભૂકંપનો નજીવો આંચકો અનુભવાયો હતો. આંચકાની સાથે એક ભેદી ધડાકો પણ સંભળાયો હતો. હવે જૂનાગઢવાસીઓમાં ચર્ચાએ જન્મ લીધો છે કે આ ભેદી ધડાકા પાછળનું કારણ શું છે? જૂનાગઢના સ્થાનિકોની એવી માગણી છે કે, અવારનવાર થઈ રહેલા ભેદી ધડાકાઓના રહસ્ય ઉપરથી વૈજ્ઞાનિકો પડદો ઉંચકે અને તેમને આ મિસ્ટ્રી પાછળનું સાચું કારણ કહે.
આ મહિનાની 8મી નવેમ્બર 2021ના રોજ બપોરના 2-30 વાગ્યે જ્યારે જૂનાગઢના મોટાભાગના લોકો પોતાના ઘરે અને વ્યવસાયે હતા ત્યારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાની સાથે એક ભેદી ધડાકાએ પણ કેટલાયના હ્રદયમાં ભયનો સંચાર કરી લીધો હતો. આ ધડાકો 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઈમારતમાં રહેતા લોકો ભયથી કંપી ઉઠ્યા હતા. કેટલાક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા, તો સોશિયલ મીડિયા પર પણ ભેદી ધડાકાને લઈ વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ ચર્ચાઓ અંતે નુક્તેચીની સુધી પહોંચી હતી.
જૂનાગઢવાસીઓને એક જ સવાલ મૂંઝવી રહ્યો છે. આ પ્રકારની ઘટના કંઈ પ્રથમ વખત નથી. અગાઉ બે વખત પણ રહસ્યમય ધડાકાએ લોકોને ચિંતામાં ગરકાવ કરી દીધા હતા. હવે લોકો આ રહસ્ય પાછળનું કારણ જાણવા ઈચ્છે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવાવમાં આવ્યું છે કે, આ ભૂકંપ તો નથી જ, પણ ધડાકા શા કારણે થાય છે તે રહસ્ય હજુ અકબંધ છે. એવામાં જૂનાગઢમાં વૈજ્ઞાનિકોની ટીમ આવી આ ધડાકાની પાછનું કારણ જાણી આપે તેવી માગ ઉઠી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત