Team Chabuk-Gujarat Desk: વલસાડ (valsad) જિલ્લાના ભિલાડ (bhilad) નજીક ત્રિપલ અકસ્માતનો (triple accident) બનાવ બન્યો છે. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત (three people died) નિપજ્યા છે જ્યારે ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત અંગેની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પતિ-પત્નીનું મોત
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ભિલાડ નજીકના કનાડુ ગામના પતિ-પત્નીનું મોત થયું છે. તેમજ અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કનાડુ ગામના મુકેશભાઈ નામના વ્યક્તિ પોતાની પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતો ત્યારે તેઓને કાળ ભરખી ગયો હતો. અકસ્માતમાં પતિ અને પત્ની બન્નેના મોત નિપજ્યા છે. પતિ-પત્નીના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક ભાજપ અગ્રણી હતા
ભિલાડ નજીક થયેલા ત્રિપલ અકસ્માતમાં મૃત્યુ પામનાર મુકેશભાઈ કનાડુ ગામના વતની છે અને તેઓ પોતાની મ્યુઝિકલ પાર્ટી ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ ભાજપના અગ્રણી છે. ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય છે અને કનાડુ બેઠકના સભ્ય હતા. મુકેશભાઈ પોતાની પત્ની સાથે ઘરે આવી રહ્યા દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં મુકેશભાઈ અને તેમના પત્નીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જેને લઈ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત