Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને પોલીસ પકડવા આવતા તે એપાર્ટમેન્ટના પાંચમાં માળની છાજલી પર ચડી ગયો હતો અને જો તેને પકડશે તો પાંચમાં માળેથી કૂદી જશે તેમ જણાવ્યું હતું. વાત જાણે એમ હતી કે આ વ્યક્તિ કોઈ ગુનામાં વોન્ટેડ હતો અને તેને પોલીસ પકડી ન જાય તે માટે એપાર્ટમેન્ટના પાંચમાં માળની છાજલી પર ચઢી ગયો હતો. ત્યાંથી બુમો પાડતો હતો કે, જો તેને કોઈ પકડવા જશે તો પાંચમાં માળેથી કૂદી જશે. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જે બાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્રણ કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો હતો. જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પકડવા પહોંચી તો આરોપી પાંચમાં માળની પાળી પર બેસી ગયો
અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વ્યક્તિ એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલી એક પાળી પર બેસી ગયો છે અને તે વીડિયોમાં નીચે નહીં ઉતારવા માટે જીદ કરી રહ્યો છે. એટલું જ નહીં આ વીડિયો શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે ઓઢવમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ત્રણ કલાકની મહેનત બાદ આરોપીને નીચે ઉતારાયો
જાણવા મળી રહેલી વિગતો અનુસાર, યુવકનું નામ અભિષેક તિવારી છે અને તે કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ ગઈ હતી તે સમયે તેણે આ આખું નાટક કર્યું હતું. એને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝિંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, અભિષેક ઉર્ફે શૂટર તિવારી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં અપહરણના ગુનામાં વોન્ટેડ હતો. તેને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે તે આ પ્રકારે એપાર્ટમેન્ટ પર ચડી ગયો હતો. ત્રણ કલાક બાદ તેને ફાયર બ્રિગેડની મદદથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત