Team Chabuk-Gujarat Desk: જો તમારુ બાળક બીજવાળા ફળોથી રમે છે, જો તમારું બાળક નટ બોલ્ટથી રમે છે અથવા તો સિક્કાથી રમે છે તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે, સુતરમાં એક બાળક ચીકૂનું બીજ ગળી ગયો ત્યારબાદ તેનું મોત થયું છે. આ દુર્ઘટનાના પગલે બાળકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માતાની નજર સામે જ હાથમાં ચીકુ લઈને રમતું બાળક ચીકૂથી રમતુ બાળક બી ગળી ગયું હતું. બીજ શ્વાસ નળીમાં અટકાતા બાળક શ્વાસ ન લઈ શક્યું જેના કારણે તેનું મૃત્યું થયું.
મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની સંતોષ નાયકના પરિવાર સાથે ઉજના સ્થિત કૈલાશ નગરમાં રહે છે. જેઓ લુમ્સ કારખાનામાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતોષ નાઈટ પાળી કરીને આવી ઘરમાં સૂતેલો હતો, ત્યારે તેમનો દોઢ વર્ષીય પુત્ર રીસી હાથમાં ચીકુ લઈને ઘરમાં રમતો હતો, બાળકની માતા સુજાતા ઘરકામ કરી રહી હતી. આ સમયે બાળક રમતાં-રમતાં ચીકુને છુંદી અંદરથી નીકળેલું બી ગળી ગયું હતું.

બાળકનો પરિવાર બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઇને પહોંચ્યો હતો. જ્યાં પ્રયાસ કરવા છતાં બી ન નીકળતા બાળકને ગંભીર અવસ્થામાં 108માં લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જો કે, ત્યા સુધીમાં બાળકે દમ તોડ્યો હતો.

મહત્વનું છે કે, તાજેતરમાં સુરતમાં જ એક બાળક નટ બોલ્ટનો બોલ્ટ ગળી ગયું હતું. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનો માસુમ ચાર વર્ષનો બાળક રમત-રમતમાં લોખંડનો નટ ગળી જતા પરિવાર દોડતું થઈ ગયું હતું. જ્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા બાળકનો એક્સ -રે કરાવતા નટ ગળી ગયો હોવાનું સામે આવ્યું હતું. જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા બાળકને તાત્કાલિક હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડી બોલ્ટ કાઢ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
