Team Chabuk-Gujarat Desk: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આયોજિત સાંસદ ખેલ મહોત્સવ-ખેલો ગાંધીનગર અન્વયે આયોજિત ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને BCCIના સેક્રેટરી જય શાહની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઈન્કમટેકસ ગ્રાઉન્ડ, પ્રહલાદનગર રોડ ખાતે તા. ૧૩ માર્ચના રોજ રમાઈ હતી. ફાઈનલ મેચમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-૧૧ અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી ટકરાઈ હતી જેમાં થલતેજ સીસી એ પ્રથમ બેટિંગ કરતા ૧૨ ઓવરમાં ૧૦૯/૫ નો સ્કોર નોધાવ્યો હતો જેની સામે દ્વારકેશ ૧૧ લક્ષ્યાંકનો પીછો કરતા ૭૮ રન જ કરી શકી હતી. GLPLની ફાઈનલ મેચમાં થલતેજ સીસી ટીમનો ૩૧ રને ભવ્ય વિજય થયો હતો જેમને વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે દ્વારકેશ ૧૧ રનર્સ અપ બન્યા હતા.
GLPL ફાઇનલમાં થલતેજ સીસી ટીમના પાર્થ સિંહ નેગીને ૩ ઓવરમાં ૨૦ રન આપી ૪ વિકેટ અને ૮ બોલમાં ૧૭ રનના યોગદાન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા તેમજ ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ દ્વારકેશ ૧૧ ટીમના રિષિ પટેલને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ અપાયો હતો. ફાઈનલ મેચમાં ગાંધીનગર લોકસભા સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યો, ભાજપા સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભાની સાતેય વિધાનસભાઓમાં અમિત શાહની પ્રેરણા હેઠળ ખેલો ગાંધીનગર અંતર્ગત ૩૯થી વધુ રમતો માટે ૧.૬૦ લાખથી વધુ અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવમાં ૨૦થી સ્પર્ધાઓ માટે ૧૫ હજાર સહિત કુલ મળીને ૧.૭૫ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા ઉપરાંત GLPL નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર, નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, કલોલ, સાણંદ એમ સાતેય વિધાનસભાની ૧૦૭૮ ટીમ અને ૧૬,૧૭૦ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત