Team Chabuk-Political Desk: આખરે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવાનું મુહૂર્ત આવી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ શનિવારે બપોરે ત્રણ કલાકે એટલે કે આવતીકાલે તારીખ 16 માર્ચ ને શનિવારના રોજ પત્રકાર પરિષદ યોજશે અને લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચે આ અંગેની માહિતી આપી છે. લોકસભાની સાથે કેટલીક રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચ સાત કે આઠ તબક્કામાં લોકસભાની ચૂંટણીનું આયોજન કરાવી શકે છે.
Press Conference by the Election Commission to announce the schedule for General Elections 2024 & some State Assemblies will be held at 3 pm tomorrow, 16th March. It will be live streamed on the social media platforms of the ECI: ECI pic.twitter.com/JVGGQfMYgw
— ANI (@ANI) March 15, 2024
કેન્દ્રીય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચ ને શનિવારે બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ યોજવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 સાથે કેટલીક વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવશે. જેમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ અને અરૂણાચલની વિધાનસભા ચૂંટણી સામેલ છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખની સાથે ચૂંટણી પરિણામની પણ જાહેરાત કરવામાં આવશે.

ગઈકાલે જ ચૂંટણી પંચમાં બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ નોકરશાહ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધૂની ગઈકાલે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરાઈ હતી અને આજે બન્નેએ ચૂંટણી કમિશનર તરીકે પોતાનો પદભાર સંભાળી લીધો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત