Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ પાસે ભલે બધું હોય પણ રોડ રસ્તાની સમસ્યા તો અકબંધ જ છે. ચોમાસાનું આગમન થતાં રોડના પોપડા ઉખડી જાય છે. મગરમચ્છની પીઠ જૂનાગઢના રોડ કરતાં વધારે લીસ્સી હોય અને એશિયાનો સૌથી મોટો રોપવે પણ જૂનાગઢમાં અને ખખડધજ રોડ પણ જૂનાગઢમાં આવી રમૂજો ભૂતકાળમાં વહેતી થઈ હતી.
જૂનાગઢની એક બીજી સમસ્યા નાના રોડની છે. જેના કારણે અવાર નવાર વાહન ચાલકોને હેરાનગતિ વહોરવાનો વારો આવે છે. વાત જાણે એમ છે કે જૂનાગઢના માનવ મહેરાણમથી ધમધમતા ઝાંઝરડા રોડ પર મંગળવારી બજાર ભરાઈ છે. રેકડીઓ તો મોટી સંખ્યામાં ઉમટી જ પડે છે પરંતુ ખરીદનારાઓની પણ ભીડ થાય છે. રોડની નજીક બજાર ભરાતી હોય અડધો રસ્તો રોકી લે છે. એક તો રોડ નાના અને એમાં પણ રસ્તો રોકી લેવાના કારણે વાહન ચાલકોને વાહન કાઢવામાં અગવડતા પડે છે.
અકસ્માત ન સર્જાય જાય એ માટે વાહન ચાલકો ખૂબ કાળજીપૂર્વક ગાડી ચલાવે છે. કોઈ કોઈ વાર તો વાહનોની એટલી ભીડ થઈ જાય છે કે આપણું વાહન ક્યાંથી કાઢવું તેની દ્વિધામાં ચાલક મુંઝાય જાય છે. શાળાઓ અને હોસ્પિટલો પણ મોટી સંખ્યામાં આવેલી હોવાથી તેમને પણ અગવડતા પડે છે. ઉપરથી ભરચક બજારના કારણે સર્જાતા ભરચક ટ્રાફિક જામના કારણે અવાજનું પ્રદૂષણ પણ એટલું જ રહે છે. આડેધડ ભરાતી બજારના કારણે વાહન ચાલકો હેરાનગતિમાં મૂકાયા છે અને આ સમસ્યાનો જલ્દી જ ઉકેલ આવે તેવી માગ ઈચ્છી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
