Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને શ્રીલંકાની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન અસંખ્ય ઉપલબ્ધિઓ પોતાના નામે કરી છે. તેણે બે મેચની સિરીઝમાં કુલ 12 વિકેટ પોતાના નામે કરી અને કપિલ દેવનો કિર્તીમાન તોડી નાખ્યો. અશ્વિને આ સિવાય પણ એક ખાસ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અશ્વિન 100 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.
અશ્વિને હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં સાત મેચમાં 29 વિકેટ લીધી છે. સાથે જ 21 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂર્ણ કરી છે. 2019-21ની ગત સિઝનમાં 71 વિકેટ સાથે સર્વાધિક વિકેટ લેવાના મામલે તે બીજા સ્થાન પર હતો. ભારતને વિશ્વ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચાડવા માટે તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે ટીમને ન્યૂઝીલેન્ડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અશ્વિને બેંગ્લોરમાં શ્રીલંકાની વિરુદ્ધ રમાયેલા ડે-નાઈટ ટેસ્ટની બંને ઈનિંગમાં મળીને કુલ છ વિકેટ લીધી હતી. હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સર્વાધિક વિકેટ લેવાના મામલે અશ્વિન આઠમાં સ્થાન પર પહોંચી ગયો છે. તેના નામે 86 મેચમાં 442 વિકેટ છે. 35 વર્ષીય અશ્વિને ટેસ્ટ ચેમ્પિયનશિપની 21 મેચમાં 40 ઈનિંગમાં 19ની એવરેજ સાથે 100 વિકેટ લીધી છે. ચાર વખત ઈનિંગમાં તેણે પાંચથી વધારે વિકેટ લીધી છે. અશ્વિન બાદ બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો બોલર પેટ કમિન્સ છે. જેણે 93 વિકેટ લીધી છે. સ્ટુઅર્ટ બ્રોડ 83, ટિમ સાઉથી 80 અને જસપ્રીત બુમરાહ 74 વિકેટ સાથે ક્રમશ: ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાન પર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
