Homeગુર્જર નગરીગુજરાતમાં ત્રિપલ તલાકનો મામલો આવ્યો સામે, અમદાવાદમાં રોડ પર જ પતિએ કહી...

ગુજરાતમાં ત્રિપલ તલાકનો મામલો આવ્યો સામે, અમદાવાદમાં રોડ પર જ પતિએ કહી દીધું તલાક.. તલાક.. તલાક..

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વધુ એક ત્રિપલ તલાકનો (triple talaq) મામલો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના દાણીલીમડામાં પતિએ જાહેર રોડ પર પત્નીને ત્રિપલ તલાક આપી દેતા પત્નીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં જુહાપુરાના યુવક સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ યુવતીને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. તેથી યુવતી દાણીલીમડામાં પિયરમાં રહેવા માટે આવી ચાલી ગઈ હતી. જે બાદ યુવતીએ આ મામલે વર્ષ 2022માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી આ કેસ કાર્ટમાં ચાલી રહ્યો હતો.

ગઈકાલે યુવતી તેના પિતા અને ભાઈ સાથે બહાર નાસ્તો કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેઓ નાસ્તાની લારી પર ઉભા ઉભા નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન યુવતીનો પતિ ત્યાંથી નીકળો હતો. તેથી યુવતીના પિતાએ જમાઈને રોક્યો હતો અને દીકરીના ઘર સંસાર અંગે વાત કરી હતી. જેથી યુવતીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તેની પત્નીને કહ્યું હતું કે, ‘તું મને છેલ્લા એક વર્ષથી કોર્ટના ઘક્કા ખવડાવે છે, હવે હું કંટાળી ગયો છું. મારા લગ્નની બીજે વાત ચાલી રહી છે. હું તારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માંગતો નથી, હું તને તલાક આપું છું.’ જે બાદ યુવકે ગુસ્સામાં રસ્તા પર ત્રણ વાર તલાક-તલાક-તલાક બોલીને ચાલ્યો ગયો હતો. યુવકે પત્નીને રોડ પર જ ત્રણ વાર તલાક કહી દેતા યુવતીને આઘાત લાગ્યો હતો. યુવતીનું બ્લડ પ્રેશર વધી જતા તેને ચક્કર આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ આપતા હવે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments