Team Chabuk-Gujarat Deks: ભર ઉનાળે માવઠાથી કેસર કેરીના પાક પર માઠી અસર થઈ છે.માવઠાના કારણે કેસર કેરીની આવક 15 દિવસ મોડી થાય તેવી શક્યતા છે. સામાન્ય પણે માર્ચના અંત સુધીમાં બજારમાં કેસર કેરીની આવક શરૂ થઈ જતી હોય છે. જો કે, આ વખતે કેસર કેરીના રસિયાઓએ કેરીનો સ્વાદ માણવા માટે થોડી રાહ જોવી પડશે.
ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાને લીધે કેસરીના પાક પર પણ અસર પડી છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક ધીરે ધીરે શરૂ થઈ છે. એપ્રિલના પહેલા સપ્તાહથી સારી કેસરની આવક શરૂ થાય તેવુ અનુમાન છે.
સામાન્ય પણે સિઝનમાં વિવિધ જાતની કેરીની રોજની 40થી 45 ટ્રક આવક થતી હોય છે. હાલ રોજ માંડ 4થી 5 ટ્રક કેરી આવે છે. રત્નાગીરી હાફૂસનો બે ડઝનનો ભાવ 1500થી 1700 છે પરંતુ છૂટક બજારમાં રૂ.2 હજારે વેચાય છે. જૂનાગઢ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી એકવાર કેસર કેરીની આવક બાદ ભાવ ઘટશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત