Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે તારીખ 2 જૂનના રોજ રાત્રે બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રેસકોર્સ મેદાનમાં યોજાયેલી હનુમાન કથા સાંભળીને ઘરે પરત ફરેલી પત્નીની પતિએ હત્યા નીપજાવી છે. આ બનાવ રાજકોટ શહેરના ખોડિયારપરામાં બન્યો છે. જ્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા સાંભળીને રાત્રે ઘર ફરેલી 25 વર્ષીય પરિણીતા અંજલિ અહેરવાલની તેના પતિએ જ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. હત્યા બાદ ફરાર થઈ ગયેલા પતિને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલાનો પતિ દારૂ-ગાંજાનું સેવન કરી પત્નીને માર મારતો હતો. રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારજનો ગઈકાલે રેસકોર્સ મેદાન સ્થિત બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા સાંભળવા ગયાં હતાં. કથા સાંભળ્યા પછી તમામ પરત આવી ઘરે જમવા બેઠાં હતાં અને પછી બધા પોતપોતાના ઘરમાં સૂતા હતા. આજે વહેલી સવારે 6 વાગ્યે રાબેતા મુજબ અંજલિ પુષ્પેન્દ્ર અહેરવાલ ઊઠી ન હતી, આથી બાજુમાં રહેતી તેની બહેન દરવાજો ખોલી જોતાં અંજલિની તેના પતિએ હત્યા નીપજાવી હોવાથી મૃત હાલતમાં જોવા મળી હતી. આ જોઈ અંજલિના બહેને આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
ગઈકાલે અંજલિનો પુત્ર તેમનાં સાસુ-સસરા સાથે બીજા મકાનમાં હતો અને પતિ પુષ્પેન્દ્ર અને પત્ની અંજલિ પોતાના મકાનમાં હતાં. મોડીરાત્રે દોઢેક વાગ્યે બંને વચ્ચે પૈસા મામલે માથાકૂટ થઈ હતી અને પતિએ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. અંજલિને સંતાનમાં એક દોઢ વર્ષનો પુત્ર છે. ત્યારે પિતાના હાથે માતાની હત્યા થઈ જતાં પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
