Team Chabuk-Gujarat Desk: રાજકોટની ભાગોળે આજીડેમે ફરવા અને નહાવા ગયેલા બે મિત્રોનું ડૂબી જતા મોત થયું. જાગનાથ વિસ્તારના સાત નેપાળી તરૂણવયના મિત્રોમાંથી બે તરૂણનું ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને જવાનોએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
જાગનાથ વિસ્તારમાં આલાબાઇના ભઠ્ઠા પાસે રહેતો રાહુલ શેરબહાદુર વિશ્વકર્મા (ઉ.વ.16), કિસાનપરા પાસેની શક્તિ સોસાયટીમાં રહેતો અભિમન્યુ સુરેશભાઇ ટમટા (ઉ.વ.13) સહિત સાત નેપાળી મિત્રો શુક્રવારે સવારે પોતાના ઘરેથી સાઇકલ લઇને આજીડેમે ફરવા ગયા હતા જ્યાં સાતેય મિત્રો આજીડેમના પાણીમાં નહાવા પડ્યા હતા.
ઉનાળાના ધોમધખતા તાપમાં ડેમના સાતેય મિત્રો ધૂબકા મારી રહ્યા હતા. આ દરમિયાન અભિમન્યુ ટમટા અચાનક જ ડૂબવા લાગ્યો હતો, મિત્રને ડૂબતો જોઇ કિનારા નજીક નહાઈ રહેલો રાહુલ આગળ વધ્યો હતો અને મિત્ર અભિમન્યુને બચાવવા જતાં તે પણ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
નજર સામે બે મિત્રો પાણીમાં ગરક થતાં અન્ય પાંચ તરુણો ડઘાઇ ગયા હતા અને બચાવો-બચાવોની બૂમો પાડતા આસપાસના વિસ્તારમાથી લોકો દોડી ગયા હતા, ઘટના અંગે જાણ કરાતાં ફાયરબ્રિગેડ અને આજીડેમ પોલીસની ટીમ દોડી ગઇ હતી.
ફાયરબ્રિગેડના જવાનોએ અભિમન્યુ અને રાહુલના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મૃતક અભિમન્યુ ત્રણ ભાઇમાં નાનો હતો અને રાહુલ બે ભાઇમાં મોટો હતો, બબ્બે તરૂણના મોતથી નેપાળી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત