Homeગુર્જર નગરીબોટાદઃ ભગુડા માતાજીની સાક્ષીએ લગ્ન કરી બીજા જ દિવસે પ્રેમી સાથે મળી...

બોટાદઃ ભગુડા માતાજીની સાક્ષીએ લગ્ન કરી બીજા જ દિવસે પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દીધો

Team Chabuk-Gujarat Desk: નવરાત્રિના પાવન પર્વમાં બોટાદમાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો. લગ્નના બીજા જ દિવસે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા નિપજાવી હતી. ગઈકાલે આરોપી પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી લીધી છે. બે-બે પ્રેમીઓ સાથે પ્રણયફાગ ખેલનારી પ્રેમીકાએ આગલા દિવસે એક એક પ્રેમી સાથે લગ્ન કરીને પતિ બનાવ્યો અને બીજા જ દિવસે પતિને ઘરે બોલાવીને મોતનો ઘાટ ઉતારી દીધો. પોલીસે આ કેસમાં પત્ની અને તેના બીજા પ્રેમીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, બોટાદમાં રહેતી પૂજા મકવાણા અને તેના પ્રેમી રમઝાન ઉર્ફે બાલો યુસુફ નિયાતરની પોલીસે ધરપકડ કરી છે. બન્ને પર પ્રમોદ શશીકાંત જોશીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આરોપી પૂજા મકવાણા બે-બે પ્રેમી રાખતી હતી. બન્ને સાથે પ્રેમ સંબંધને લઈને ઉભા થયેલા વિવાદના કારણે પૂજાએ પ્રમોદ જોશીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યાના બે દિવસ પહેલાં જ પૂજા મકવાણા બન્ને પ્રેમી સાથે ભગુડા માતાજીના દર્શન કરવા ગઈ હતી. ત્યાં માતાજી સાક્ષીએ પૂજા મકવાણાએ પ્રેમી પ્રમોદ જોશી સાથે લગ્ન કરી લીધા હતા.

લગ્નના બીજા જ દિવસે પૂજા જ્યાં રહેતી હતી ત્યાં પ્રમોદને તેણે બોલાવ્યો હતો. પૂજાએ પોતાના અને રમઝાન વચ્ચે કાંટા રૂપ પ્રમોદને મોતને ઘાટ ઉતારવાનું પ્લાન કરી લીધું હતું. પૂજાના ઘરે રમઝાન પણ હાજર હતો. ઘરે જ્યારે પ્રમોદ પહોંચ્યો ત્યારે પૂજા અને રમઝાને પ્રમોદને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રમોદની હત્યા નિપજાવીને પ્રેમી પંખીડા ભાગી ગયા હતા. ત્યારે પોલીસે આ હત્યા કેસમાં ફરાર પૂજા મકવાણા અને રમઝાન ઉર્ફે બાલો યુસુફ નિયાતરની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ હત્યા કેસને ઉકેલવામાં સફળતા મળી છે.

આમ બોટાદમાં પ્રણય ત્રિકોણનો આ બનાવ હત્યા સુધી પહોંચ્યો હતો. એક પ્રેમીને પામવા માટે બીજા પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે પ્રેમી પંખીડાને ઝડપીને પુછપરછ શરૂ કરી છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments