Homeગુર્જર નગરીરાજકોટ: પત્નીની હત્યા કરીને પોલીસને ફોન કર્યો, "મેં મારી પત્નીને મારી નાખી...

રાજકોટ: પત્નીની હત્યા કરીને પોલીસને ફોન કર્યો, “મેં મારી પત્નીને મારી નાખી છે ક્યાં હાજર થાઉં ?”

Team Chabuk-Gujarat Desk: રાજકોટના અમનગર રોડ પર સાવેલા મનહરપુરમાં રહેતા યુવકે તેની પત્નીની હત્યા કરી નાખી. એટલું જ નહીં હત્યા બાદ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો અને કહ્યું, ‘મારી પત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી નાખી છે ક્યાં હાજર થાઉં?’ બીજી તરફ કોલ મળતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને જે જગ્યાએથી ફોન આવ્યો હતો તે જગ્યાએ તાત્કાલિક પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને યુવતીના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

મળતી માહિતી મુજબ, મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપત પંચાસરા નામના 25 વર્ષના યુવકે શુક્રવારે મધરાત્રિના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો અને પત્નીને મારી નાખી હોવાનું રટણ રટ્યું હતું. શૈલેષની વાત સાંભળીને કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે દારૂના નશામાં કોઈ શખ્સ ફોન કરી રહ્યો છે. જો કે, ખરાઈ કરવા માટે પોલીસ શૈલેષે આપેલા સરનામા પર પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચતાં જ આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું હતું અને મૃતદેહ પણ બતાવ્યો હતો. આરોપીએ એસઆરપી કેમ્પ પાછળ અવાવરૂ સ્થળ પર પોતાની પત્નીનો મૃતદેહ છુપાવ્યો હતો.

આરોપીએ પોલીસને જણાવ્યુ કે, પોતે ડ્રાઇવિંગ કરે છે. પાંચ વર્ષ પહેલાં નેહા નામની યુવતી સાથે તેના પ્રેમલગ્ન થયા હતા. આઠ મહિના પહેલાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આરોપીને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. આરોપીએ દાવો કર્યો કે નેહાને અન્ય જગ્યાએ પણ આડા સંબંધ છે. આ બાબતે અગાઉ ઘણી વખત માથાકૂટ થઇ હતી. છૂટાછેડા પછી પણ મને શંકા હતી કે નેહાને બીજા છોકરા સાથે લફરું છે. તેના મોબાઇલ ફોનમાં બીજા છોકરાના ફોટા પણ હતા. આ અંગે મેં તેના પિતાને પણ વાત કરી હતી. મારી 2 વર્ષની દીકરી નેહા પાસે હતી. તેને તે સરખી રીતે સાચવતી ન હતી, મારું મગજ પાંચ દિવસથી ભમતું હતું. મારે તેને મારી નાખવી હતી અને એવા જ વિચાર આવતા હતા, પણ તક નહોતી મળતી.

advertisement-1

આરોપીએ કહ્યું કે, શુક્રવારે રાતે સામેથી નેહાએ મને ફોન કરી બજરંગવાડી સુધી મૂકી જવાનું કહેતાં હું બોલેરો લઈને ગયો હતો અને ત્યાંથી સીધો અટલ સરોવર પાસે લઈ ગયો હતો. તેને નીચે ઉતારી છરીથી તેના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ નેહાએ બૂમાબૂમ કરતાં આરોપીએ ખભે રાખવાના ફાળિયાથી ગળાટૂંપો દઇ નેહાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપીએ પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. આરોપીએ પોલીસને કહ્યું કે, નેહાને મારી નાખ્યાનો તેને જરાય અફસોસ નથી. બીજી તરફ દીકરીની હત્યાથી નેહાનો પરિવાર શોકમાં ગરકાવ છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments