Homeગુર્જર નગરીપરિણીતાએ કહ્યું, “પતિએ એટલી મારી હતી કે સિઝેરિયનના ટાંકા તૂટી ગયા હતા”

પરિણીતાએ કહ્યું, “પતિએ એટલી મારી હતી કે સિઝેરિયનના ટાંકા તૂટી ગયા હતા”

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વધુ એક ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો છે. બે બાળકોના પિતાએ પોતાની પત્ની પર એવો અત્યાચાર કર્યો  છે કે તેને હવે જેલના સળિયા પાછળ ધકેલી દેવાની માગ ઊઠી છે. આ હેવાન પતિ પર આરોપ છે કે, તેણે એકવાર પત્નીને એટલો માર માર્યો હતો કે પત્નીના સિઝેરિયનના ટાંકા તૂટી ગયા હતા.

અમદાવાદના બોપલમાં સંબંધો પર લાંછન લગાડતો આ કિસ્સો બન્યો છે. પ્રેમિકાન પાછળ ઘેલા બનેલા એક પતિએ પોતાની પત્ની અને બાળકોને છોડી દેવાનો નિર્ણય કરી લીધો હોવાનો દાવો છે. એટલુ જ નહીં આરોપ છે કે, આરોપી પતિ જેટલો તેની પત્નીને નહતો રાખતો તેટલો તેની પ્રેમિકાને રાખતો હતો. પોલીસે પતિ પીડિત આ મહિલાનની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રૂર પતિની કરતૂત

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિને અન્ય યવતી સાથે પ્રેમ સંબંધ છે. જેથી પતિ અવાર-નવાર તેની સાથે ઝઘડો કરતો હતો અને માર પણ મારતો હતો. પરિણીતાએ આરોપ લગાવ્યો કે, નવેમ્બર 2019માં તો હદ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, તે દિવસે તેને એટલો માર પડ્યો હતો કે તેના સિઝેરિયનના ટાંકા પણ તૂટી ગયા હતા. પત્નીનો આરોપ છે કે, પતિ તેને માર મારી રહ્યા હતો અને બીજી તરફ સાસુ સસરાએ તેને પકડી રાખી હતા અને પતિને માર મારવા માટે ઉશ્કેરી રહ્યા હતા. પરિણીતાનો આરોપ છે કે, પતિએ તેને લોખંડના પાઈપ ઉપરાંત પેટમાં અનેક લાત પણ મારી હતી. તે દર્દથી બૂમો પાડી રહી હતી જો કે, તેનો આ દર્દ ભર્યો અવાજ ન તો પતિએ સાંભળ્યો હતો ન તો સાસુ સસરાએ.

વડીલોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું

આ ઘટના બાદ મહિલાએ તેના પિતાને ફોન કર્યો હતો અને પ્રાથમિક સારવાર કરાવી હતી. થોડા દિવસ પિયરમાં જ રહ્યા બાદ વડીલોના કહેવાથી સમાધાન કરી ફરી સાસરિયા સાથે રહેવા આવી ગઈ હતી. થોડા સમય સાથે રહ્યા બાદ ફરીથી પરિસ્થિતી જેમની તેમ થવા લાગી હતી અને ફરી પતિની પ્રેમિકાના કારણે ઝઘડા શરૂ થયા હતા.

પતિએ ઘરમાંથી કાઢી મૂકી

પરિણીતાનું કેહવું છે કે, તે પોતાના પિતાને હાર્ટ એટેક આવ્યો હોવાથી બંને બાળકોને લઈને તેમના ખબરઅંતર પૂછવા ગઈ હતી. પરત ફરી ત્યારે પતિએ ઘરમાં તાળું મારી દીધી હતું અને એવું કહી દીધું હતું કે “જા મે તને ઘરમાંથી કાઢી મૂકી છે”. પતિએ બાળકો સહિત આવી રીતે તરછોડી દેતા પરિણીતા બોપલ પોલીસ સ્ટેસને પહોંચી હતી અને મદદની ગુહાર લગાવી હતી.

હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સાસરિયા સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં આગામી સયમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments