Team Chabuk-National Desk: બેંગાલુરૂની કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાની અને ઝોમેટોના ડિલિવરી બોયનો વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ કેસમાં ખુદ ફરિયાદી હિતેશા ચંદ્રાની જ આરોપી બની ગઈ છે અને તેની ઉલટતપાસ શરૂ કરવામાં આવી છે. હિતેશા ચંદ્રાની પર આરોપ લાગ્યો છે કે, પહેલાં તેણે ઝોમેટોના ડિલિવરી બોય કામરાજ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં એવો પણ આરોપ છે કે, હિતેશાએ ડિલિવરી બોય કામરાજને ચપ્પલ વડે માર પણ માર્યો હતો, અપશબ્દો બોલ્યા હતા અને જે બાદમાં પોતે ઈજાગ્રસ્ત થઈ જતાં કામરાજ વિરૂદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી.
ડિલિવરી બોય કામરાજનો આરોપ
ડિલિવરી બોય કામરાજે કહ્યું કે, તેને ટ્રાફિકના લીધે ડિલિવરી પહોંચાડવામાં મોડું થઈ ગયું હતું જે બદલ તેણે હિતેશાની માફી પણ માગી હતી. તેનં કહેવું છે કે, માફી માગવા છતાં હિતેશાએ તેની સાથે દુર્વવ્યવહાર ચાલુ રાખ્યો હતો. એટલું જ નહીં ડિલિવરીના પૈસા માગ્યા તો તે આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. જેને લઈને ડિલિવરી પાછી માગી તો હિતેશા વધુ ગુસ્સે થઈ ગઈ અને ચપ્પલથી માર મારવાનો પ્રયત્ન કર્યો.
કામરાજે કહ્યું કે આ ઝપાઝપીમાં જ્યારે હું મારી જાતને બચાવી રહ્યો હતો ત્યારે યુવતીનો એટલે કે હિતેશાનો હાથ તેના જ મોઢા પર વાગી ગયો હતો અને તેને પહેરેલી રિંગના કારણે તેને નાકના ભાગે ઈજા પહોંચી હતી.
હિતેશાએ શું કહ્યું હતું ?
બેગાલુરૂની કન્ટેન્ટ ક્રિએટરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે ઝોમેટોના ડિલિવરી બોયે તેના પર હુમલો કરી દીધો હતો. તેનું કહેવું હતું કે, જ્યારે ડિલિવરી મોડી પહોંચતા તેણે ડિલિવરી લેવાની મનાઈ કરી દીધી હતી ત્યારે ડિલિવરી બોય કામરાજે બળજબરી પૂર્વક ડિલિવરીનું બોક્સ તેના ટેબલ પર મુકી દીધું હતું અને તેના પર હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. હિતેશાનો આરોપ છે કે, ડિલિવરી બોયે કરેલા હુમલાના કારણે જ તેને નાકની સર્જરી કરાવવી પડી છે.
ઝોમેટોએ આપી હતી ખાતરી
સમગ્ર વિવાદ સામે આવતા ઝોમેટો ખુદ મેદાને આવ્યું હતું અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. એટલું જ નહીં નિયમ મુજબ કામરાજને સસ્પેન્ડ પણ કરી દીધો હતો. જો કે, અભિનેત્રી પરિણીતી ચોપડા સહિત કેટલાક લોકોએ કામરાજનો પક્ષ લેતા ઝોમેટોએ બંને તરફ સહયોગ આપવાની વાત કરી હતી. ઝોમેટોએ કહ્યું હતું કે, અમે હાલ હિતેશા અને કામરાજના સંપર્કમાં છીએ. હિતેશાને તપાસમાં સહયોગ આપી રહ્યા છે તેમજ તેની સારવારનો ખર્ચ પણ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ હાલ કામરાજને સસ્પેન્ડ કરી દીધો છે પરંતુ તેને કાયદાકીય લડતમાં મદદ કરી રહ્યા છીએ.
પરિણીતી ચોપડાએ શું કહ્યું હતું ?
પરિણીતી ચોપડાએ ઝોમેટોને અપીલ કરી હતી કે, ઝોમેટો, મહેરબાની કરીને સત્યની તપાસ કરો અને રિપોર્ટ જાહેર કરો. જો ડિલિવરી બોય નિર્દોશ છે( મારુ માનવું છે કે તે છે ) તો મહેરબાની કરીને મહિલાને સજા અપાવવામાં મદદ કરો.
Zomato India – PLEASE find and publicly report the truth.. If the gentleman is innocent (and I believe he is), PLEASE help us penalise the woman in question. This is inhuman, shameful and heartbreaking .. Please let me know how I can help.. #ZomatoDeliveryGuy @zomato @zomatoin
— Parineeti Chopra (@ParineetiChopra) March 14, 2021
ઝોમેટોના કો-ફાઉન્ડર દીપેન્દ્ર ગયલે કહ્યું હતું કે, કામરાજે તેના 26 મહિનાની કારકીર્દિમાં કુલ 5 હજારથી વધુ ડિલિવરી કરી છે અને તેનું રેટિંગ 5માંથી 4.75 સ્ટાર છે. જે શાનદાર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત