Homeગુર્જર નગરીગુજરાતમાં આ દિવસથી પડશે દાંત કકડાવતી ઠંડી

ગુજરાતમાં આ દિવસથી પડશે દાંત કકડાવતી ઠંડી

whatsapp group join link

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં અમદાવાદમાં શિયાળો પોતાનો અસલી રંગ દેખાડશે. આગામી બે દિવસમાં અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ શિયાળાનું જોર વધશે. નલિયા 7.4 ડિગ્રી સાથે હાલ સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. જ્યારે આગામી અઠવાડિયેથી રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કચ્છના નલિયાનું સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે બનાસકાંઠાના ડીસાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. ત્યારબાદ કચ્છના ભૂજનું તાપમાન 13 ડિગ્રી, ગાંધીનગર અને વલસાડનું તાપમાન 14 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીનું તાપમાન 16 ડિગ્રી, ભાવનગર અને કેશોદનું તાપમાન 17 ડિગ્રી અને વડોદરા શહેરનું તાપમાન પણ 17 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી એક અઠવાડિયા દરમિયાન તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન 13 ડિગ્રી સુધી જઈ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 16 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન 11 ડિગ્રી થઈ શકે છે. રાજ્યમાં આગામી 3-4 દિવસ લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments