Team Chabuk-Gujarat Desk: ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાની ગુજરાત પર અસર થઈ રહી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. રવિવારે ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. તો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું જોર કેટલું વધી શકે છે.
હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
રવિવારના તાપમાનની વાત કરીએ તો, રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 20 ડિગ્રીની આસપાસ નોંધાયા હતા. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધીને 16 ડિગ્રી પર પહોંચ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા જેના કારણે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. તો બીજી બાજુ મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, રવિવારે કંડલા એરપોર્ટ પર 13.2, વડોદરા અને ડીસામાં 14 ડિગ્રીની આસપાસ, નલિયામાં 15.2, અમદાવાદમાં 16 અને ભુજમાં 16.7, દમણમાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રવિવારે સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ