Homeગુર્જર નગરીસુરતમાં મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવી, ભીડ એકઠી થયેલી જોઈ ગૃહ રાજ્યમંત્રીએ...

સુરતમાં મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવી, ભીડ એકઠી થયેલી જોઈ ગૃહ રાજ્યમંત્રીએ પોતાનો કાફલો રોકાવી દીધો

Team Chabuk-Gujarat Desk: સુરતના સરદાર બ્રિજ પરથી એક મહિલાએ ઝંપલાવ્યું. જો કે, સદનસીબે આ મહિલાનો જીવ બચી ગયો. બીજી તરફ આ સમગ્ર ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાદગી સામે આવી છે. આ મહિલાએ જ્યારે તાપી નદીમાં ઝંપલાવ્યું ત્યારે જ ગૃહ રાજ્યમંત્રીનો કાફલો તે જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો.  ભીડ વધુ હોવાના કારણે હર્ષ સંઘવીએ પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને બનાવની જાણ થતાં જ તેઓએ ફાયર વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોને તાત્કાલિક અસરથી મહિલા માટે મદદ માટે તાકીદ કરી હતી.  જ્યાં સુધી મહિલાને હોસ્પિટલ ન લઈ જવાઈ ત્યાં સુધી તેઓ ત્યાં જ ઉભા રહ્યા હતા.

સુરતના સરદાર બ્રિજ પરથી એક મહિલા તાપી નદીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રાહદારીઓએ જ્યારે તે તાપી નદીમાં ઝંપલાવી હતી ત્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કોઈનું ન માનતા તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મહિલાને રેસ્ક્યૂ કર્યું હતું અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા..

મહિલાએ શા માટે છલાંગ લગાવી તે અંગે તપાસ શરૂ કરી દીધી હતી તેમજ સ્થાનિક લોકો પણ તેમાં જોડાયા હતા. તાપી નદીમાં જે ભાગ ઉપર મહિલા પડી હતી ત્યાં પાણી ખૂબ ઓછું હોવાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને જોયું કે મહિલા પાણીમાં ડૂબી રહી નથી. નદીના એક કિનારા ઉપર જ છે. તાત્કાલિક અસરથી ફાયર વિભાગના અધિકારીઓએ મહિલાને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ મહિલા જીવીત હોવાની જાણ થઈ હતી.

advertisement-1

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 40 વર્ષીય મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લેવાના ઈરાદે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. અમને કોલ મળતાની સાથે જ ઝડપથી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને મહિલાને કાદવમાંથી બહાર કાઢી રેસ્ક્યૂ કરી હતી. સદનસીબે મહિલાના શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હતી અમે નજીકના પ્રમુખસ્વામી હોસ્પિટલમાં તેને સારવાર કરવા માટે ખસેડી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments