Homeગુર્જર નગરીજમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં ગુજરાતનો જવાન હરીશ પરમાર શહીદ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં ગુજરાતનો જવાન હરીશ પરમાર શહીદ

Team Chabuk-Gujarat Desk: જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ગુજરાતનો જવાન શહીદ થયો છે. ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના જવાન અથડામણ દરમિયાન આતંકીઓ સામે લડતાં લડતાં શહીદ થયા છે. વણઝારીયા ગામના 25 વર્ષીય હરીશ પરમાર (harish parmar) નામનો જવાન શહીદ થયો છે. હરીશ પરમારના શહીદ થયાના સમાચાર મળતાં પરિવાર અને ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના રહેવાસી હરીશ પરમાર જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં દેશ માટે શહીદ થયા છે. હરીશ પરમાર 2016થી સેનામાં ફરજ બજાવતાં હતા. હાલ તેઓ પૂંછ સેક્ટરમાં ફરજ પર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ-કાશ્મીરમાં તણાવ ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આતંકીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય સેના દ્વારા આતંકીઓની મેલી મુરાદ નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સેના દ્વારા પૂંછ સહિતના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવીને આતંકીઓને શોધવાની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે થઈ રહેલા ફાયરિંગમાં જવાન હરીશ પરમાર શહીદ થયા છે.

શહીદ હરીશ પરમારનો પાર્થિવ દેહ આવતીકાલે બપોરે તેમના માદરે વતન વણઝારીયા ગામ લાવવામાં આવશે અને ત્યારબાદ માન સન્માન સાથે શહીદ હરીશ પરમારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુજરાતના જવાન હરીશ પરમારના શહીદીના સમાચારથી શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડાણમાં એક જેસીઓ સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. આતંકીઓ દ્વારા ચોરી છૂપીથી સેનાના જવાનો પર ઘાત લગાવીને હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. સામે સેનાના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments