Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ અમદાવાદ-લીંબડી હાઈવે પર ઉભેલા પરિવારને કાર ચાલકે મારી ટક્કર, મહિલા અને...

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-લીંબડી હાઈવે પર ઉભેલા પરિવારને કાર ચાલકે મારી ટક્કર, મહિલા અને બાળકનું મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાં જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-લીંબડી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક મહિલા અને બાળકનું મોત નિપજ્યું છે. હાઈવે પર ઊભેલા પરિવારને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરમાં એક બાળક અને મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે 3થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, લીંબડી-અમદાવાદ હાઈવે પર જનસાળી ગામ નજીક પરિવાર હાઈવે પર ઊભો હતો ત્યારે જ પૂરપાટ ઝડપે આવેલી કારે પરિવારને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે એક બાળક અને મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

accident

બીજી તરફ પરિવારને ટક્કર મારીને અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી અને મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. તો 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ મામલે પોલીસ કાર ચાલકને પકડવા તપાસ કરી રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments