Homeગુર્જર નગરીગોધરા હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, બે બાળકો સહિત 4ના...

ગોધરા હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, બે બાળકો સહિત 4ના મોત

Team Chabuk-Gujarat Desk: પંચમહાલના ગોધરા હાઇવે પર વહેલી સવારે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ છે. અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં ખામી સર્જાતા એક બસ ગોધરા દાહોદ હાઇવે પર ઉભી હતી. ત્યારે જ ગોધરા તરફ જતી અન્ય એક ખાનગી બસે તેને પાછળથી ટક્કર મારી હતી. બસની ટક્કર બાદ એક બસ રોડની સાઇડમાં ખાબકી ગઇ હતી. જ્યારે અન્ય બસમાં મોટુ નુકસાન થયુ હતું.

અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બસને ટક્કર મારીને આવતી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી ગઈ હતી.

તમામ 11 ઈજાગ્રસ્ત મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. એક બાળક સહિત બે મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને વડોદરા વધુ સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અન્ય મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી.

Four killed in an accident between two buses on the Godhra highway in Panchmahal

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments