Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં દરરોજ અકસ્માતના બનાવોથી લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે નવસારીમાં આજ રોજ એક અકસ્માતમાં 28 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. નોકરી પર જઈ રહેલી મહિલાને અકસ્માત નડતાં મોતને ભેટી હતી. મહિલાના મોતથી સાત વર્ષનો પુત્ર મા વિહોણો થયો છે. નવસારીના એરું ઈટાળવા રોડ પર આ બનાવ બન્યો છે.
મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય ક્રિષ્ના અશ્વિન પટેલ વહેલી સવારે પોતાના ગામ સામાપુરથી જ્વેલરીની કંપનીમાં નોકરી પર જવા નીકળી હતી. ત્યારે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ યમરાજ બનીને આવેલા શેરડીના ટ્રક ચાલકે મહિલાના મોપેડને પાછળથી ટક્કર મારી અડફેટે લીધી હતી. જેથી મહિલા રોડ પર મોપેડ સાથે પટકાઈ હતી અને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

28 વર્ષીય મૃતક મહિલાનો પતિ અશ્વિન પટેલ વેલ્ડીંગનું કામ કરે છે અને પરિવારમાં 7 વર્ષના પુત્ર છે. માતાના મોતથી પુત્ર મા વિહોણો બની ગયો છે. મહિલાના મોતથી સિવિલ હોસ્પિટલમાં શોકનો માહોલ ઉભો થયો હતો. સિવિલ પહોંચેલો પરિવાર મહિલાના મોતથી આઘાતમાં સરી પડ્યો હતો અને તેઓ પર આભ તૂટી પડ્યું હતું. પરિવાર દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
