Homeગુર્જર નગરીવિશ્વ ટીબી દિવસ: ગીર સોમનાથ જિલ્લામાં ટીબીથી પીડિત ૮૯ ટકા લોકો સાજા...

વિશ્વ ટીબી દિવસ: ગીર સોમનાથ જિલ્લામાં ટીબીથી પીડિત ૮૯ ટકા લોકો સાજા થયા

Team Chabuk-Gujarat Desk: એક સમયના જીવલેણ રોગ ટીબીની આજે સારવાર શક્ય બની છે. કેન્દ્ર-રાજ્ય સરાકરે ટીબીની સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે.  આ માટે અલાયદા કાર્યક્રમો પણ  ચલાવવામાં આવ્યાં છે. જિલ્લા ક્ષય કેન્દ્ર- ગીર સોમનાથ દ્વારા પણ ટીબીના દર્દીઓની શોધખોળની સાથે સારવાર ઉપલબ્ધ થાય તે દિશામાં નોંધનીય કામગીરી કરી છે.

જિલ્લામાં વર્ષ-૨૦૨૧માં જ ૧૩૯૪ જેટલા ટીબીના કેસ શોધી કાઢ્યા હતાં. તેમાંથી ૧૨૪૦ જેટલા દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે. આમ, ૮૯ ટકા જેટલો સાજા થવાનો દર જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૫ સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

જિલ્લા ક્ષય અધિકારી ડો. દિપક પરમાર કહે છે કે, ટીબી રોગ વિશે જિલ્લામાં ખૂબ મોટાપાયે જનજાગૃત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ટીબી દર્દીઓને શોધી શક્યા છીએ. આ સાથે આ દર્દીઓને વિનામૂલ્યે સારવાર પણ સમયસર ઉપલબ્ધ કરાવી છે. તેમજ ટીબીથી ગ્રસિત દર્દીઓને પોષણ માટે ૬૨૫ જેટલા દર્દીઓને રૂ ૩૨ લાખની સહાય પણ ડી.બી.ટી મારફતે ચૂકવવામાં આવી છે. ત્યારે તા.૨૪ માર્ચે-વિશ્વ ટીબી દિવસને અનુલક્ષી જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તેમ પણ ઉમેર્યું હતું.

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને દવા માટે વધુ ખર્ચ વહન ન કરવો પડે તે માટે સરકાર તરફથી વિનામૂલ્યે મળતી દવાઓ પહોંચાડવા માટે આઈએમએના ડોક્ટર્સ સાથે સંકલન કરવામાં આવે છે. જેથી દર્દીઓ સુધી ટીબીની દવાઓ પહોચાડી શકાય. તેમજ ટીબીના દર્દીઓની પદ્ધતિસરની સારવાર થઈ શકે તે માટે સરકારી હોસ્પટલના અધિકારી, કર્મચારી, ડોક્ટરને વગેરેને તાલીમબદ્ધ કરવામાં આવ્યાં છે.    

આ ઉપરાંત ટીબી વિશે જનજાગૃતિનો વ્યાપ વધારવા માટે પત્રકારો માટે વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની મટિંગમાં પણ ટીબી વિશે જાગૃતિલલક્ષી માહિતી આપવામાં આવી છે. ઉપરાંત શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ ટીબીના લક્ષણો-સારવાર વગેરેની જાણકારી આપવામાં આવી છે. આમ, વ્યાપક રીતે ટીબી વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેથી લોકો સમયસર ટીબીની સારવાર મેળવી, ટીબીના રોગમાંથી બહાર આવી શકે. આમ, ટીબી હારેગા, દેશ જીતેગા સુત્રને ચરિતાર્થ કરવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર-ગીર સોમનાથ અથગ પ્રયાર કરવામાં આવી રહ્યા હોવાનું ડો. દિપક પરમારે ઉમેર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments