આજથી દેશભરમાં જીવન જરૂરી વસ્તુઓના નિયમો બદલાઈ ગયા છે. કેટલાક બદલાવ એવા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ફટાફટ જાણી લો કયા નિયમ બદલાયા છે.
1. SBI બચત ખાતામાં ઓછું વ્યાજ મળશે
આજથી SBIના કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થયો છે. હવે SBIના બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે. બચત ખાતા પરના વ્યાજના દર 1 લાખ રૂપિયાએ 0.25 ટકા ઘટાડીને 3.25 ટકા કરવામાં આવ્યા છે. જ્યારે 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ પર હવે રેપો રેટ પ્રમાણે વ્યાજ મળશે. બેંકના આ નિર્ણયથી 42 કરોડ લોકોને સીધી અસર થશે.
2. બેંક વસૂલશે ચાર્જ
બેંકોમાં રૂપિયા જમા કરાવવા કે ઉપાડવાનો ચાર્જ આપવો પડશે. આજથી ગ્રાહકો પાસેથી બેંક પૈસા જમા કરાવા અને ઉપાડવા માટે ફી વસૂલશે. બેંક ઓફ બરોડાએ પણ આની શરૂઆત કરી છે.
3. બચત ખાતાધારકો જાણી લો
બચત ખાતા ધારકો મહિનામાં ત્રણ વખત મફતમાં રૂપિયા જમા કરાવી શકશે, પરંતુ ચોથી વાર જમા કરાવશો તો 40 રૂપિયા ચાર્જ આપવો પડશે. એટલું જ નહીં ગ્રાહકોએ પૈસા ઉપાડવાનો પણ ચાર્જ આપવો પડશે. તમે દર મહિને ત્રણ વખત મફતમાં રૂપિયા ઉપાડી શકશે. જો ચોથી વાર રૂપિયા ઉપાડ્યા તો તમારે 100 રૂપિયા ચાર્જ આપવો પડશે.
4. ચાલુ અને ઓવરફડ્રાફ્ટ ખાતાધારકો પણ જાણી લો
ચાલુ અને ઓવરડ્રાફટ ખાતાધારકોએ ફી ચૂકવવી પડશે. ચાલુ અને ઓવરડ્રાફટ ખાતાધારકોએ રોજ એક લાખ રૂપિયા સુધી જમા કરાવ્યા હોય તો સેવા મફત છે, પરંતુ જો તમે એક લાખ કરતાં વધુ રૂપિયા જમા કરાવશો તો બેંક ચાર્જ વસૂલશે. આવા ખાતાધારકોએ એક હજાર રૂપિયાએ એક રૂપિયો ચાર્જ આપવો પડશે. ચાલુ અને ઓવરડ્રાફટ એકાઉન્ટ્સમાંથી મહિનામાં ત્રણ વાર પૈસા મફત ઉપાડી શકશો. ચોથી વાર ઉપાડશો તો દરેક ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે.
5. LPGની ડિલીવરીનો નિયમ બદલાયો
LPG સિલિન્ડર માટે ડિલિવરીના નિયમો આજથી બદાલાઈ ગયો છે. ઓઇલ કંપનીઓ આજથી ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (ડીએસી) સિસ્ટમ લાગુ કરી છે. એટલે કે, ગેસની ડિલિવરી પહેલાં ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર તમારા ઘરે આવે ત્યારે તે ઓટીપી ડિલિવરી બોય સાથે શેર કરશો તો જ સિલિન્ડર મળશે. જો કોઈ ગ્રાહકનો મોબાઇલ નંબર નોંધાયેલ નથી તો તેઓ એપ્લિકેશન દ્વારા તેમનો નંબર અપડેટ કરી શકે છે. આ એપ ડિલિવરી બોય પાસે પણ ઉપલબ્ધ હશે. નંબર અપડેટ કર્યા પછી જ કોડ જનરેટ થશે. જો મોબાઈલ નંબર અપડેટ નથી કર્યા તો અત્યારે જ કરાવી દો. નહીં તો ગેસ પુરો થશે તો શું કરશો ? આનો ફાયદો એ છે કે હવે કોઈ તમારા નામે ગેસ સિલિન્ડરની ખોટી ડિલિવરી નહીં મેળવી શકે.
7. ટ્રેનનું ટાઇમ ટેબલ
ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે આ મહત્વનો મુદ્દો છે. આજથી ભારતીય રેલવે દેશભરની ટ્રેનોનું ટાઇમ ટેબલ બદલ્યું છે. એટલે ટ્રેનમાં જતી વખતે ટાઈમટેબલ એકવાર જરૂર ચેક કરજો. રેલવેના આ નિર્ણયથી 7 હજાર ટ્રેનોમાં મુસાફરી કરનારા હજારો મુસાફરોને અસર થશે. ફટાફટ ચેક -કરી લો તમારી ટ્રેનનો સમય તો બદલાયો નથી ને ?