Team Chabuk-Gujarat Desk: વલસાડ રેલવે સ્ટેશન (valsad Railway station) પર ગઈકાલે મોડી રાત્રે એક ટ્રેનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીએ ટ્રેનમાં (train) જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા (suicide) કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. વલસાડના રેલવે સ્ટેશન પર ગઈકાલે મોડી રાત્રે અમદાવાદથી આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 નંબરના કોચમાં એક યુવતીની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગેની જી.આર.પી પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે, ટ્રેનમાં આત્મહત્યા કરી લેનાર યુવતી નવસારીમાં ભક્તિ નગર, જલારામ બાપાના મંદિરની બાજુમાં રહેતી 19 વર્ષીય માનસી શીતપ્રસાદ ગુપ્તા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને સાથે એક સામાજિક સંસ્થામાં ફરજ બજાવતી હતી. પાંચ 5 દિવસ પહેલા વડોદરાથી નવસારી તેના ઘરે રેહવા માટે આવી હતી. અને ગત રોજ તેણે તેની માતાને જણાવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે જવાનું છે અને એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જશે. આ બાદ બીજા દિવસે માનસીનો મૃતદેહ ગુજરાત ક્વીન ટ્રેનના ડી- 12 નંબરના કોચમાં મળી આવ્યો હતો.
ટ્રેનમાં સામાન મૂકવાની જગ્યાએ માનસીએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ગુજરાત ક્વીન ટ્રેન મોડી રાત્રે 12.30 વાગ્યાની આસપાસ વલસાડ રેલવે સ્ટેશન આવી હોવાથી ટ્રેન રાત્રે જ વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઈ ગઈ હતી. ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે સફાઈ કામદારો ચઢ્યા હતા ત્યારે તેઓની નજર ગળે ફાંસો ખાધેલી યુવતી પર પડી હતી. સફાઈ કામદારો દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ જી.આર.પી પોલીસ મથકના પી.એસ.આઈ જે.વી.વ્યાસ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. એફ.એસ.એલને બોલાવી આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે આ બનાવમાં માનસીના પિતાના જણવ્યા અનુસાર, માનસી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને ધોરણ-10 બોર્ડમાં જિલ્લામા પ્રથમ ક્રમે પાસ થઈ હતી. એટલુ જ નહીં, માનસી જે સંસ્થામાં માટે કામ કરતી હતી, તેમાં આત્મહત્યા કરનાર લોકો અને વિદ્યાર્થીઓને ખોટા પગલાં નહીં ભરવા અને આત્મહત્યા નહીં કરવા માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારે એવુ તો શુ થયુ કે લોકોને આત્મહત્યા ન કરવા પ્રેરણા આપનાર માનસીએ પોતે જ આત્મહત્યા કરી લીધી. દિવાળીએ જ માનસીએ આવું પગલું ભરી લેતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત