Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. શહેરના મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. રાજકોટ ઝોનવાઇઝ વરસાદની વાત કરીએ તો સેન્ટ્રલ રાજકોટમાં પોણો ઇંચ, પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ અને પૂર્વ રાજકોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
શહેરના મવડી વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. તો કેટલીક સોસાયટીમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું હતું. બીજી તરફ સાધુ વાસવાણી રોડ પર દોઢ-દોઢ ફૂટ પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનો બંધ પડતા લોકોએ દોરીને વાહન લઇ જવાની ફજર પડી હતી. આ તરફ રૈયા રોડ, ધરમનગર વિસ્તારમાં પણ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.
મહત્વનું છે કે, રાજકોટ ઉપરાંત, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, વડોદરા, ભાવનગર, તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. હવામાન વિભાગનું માનીએ તો આગામીપાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત