Team Chabuk-Gujarat Desk: જામનગરમાં એક કરુણ ઘટના સામે આવી છે. 30 વર્ષના દિકરાનું હાર્ટ એટેકથી નિધન બાદ માતાનું પણ આઘાતમાં હૃદય બેસી ગયું હતું. મહાલક્ષ્મી ચોકમાં પ્રખ્યાત વૈદ્ય નાગજી દેવજી પેઢીમાં 30 વર્ષના વૈદ્યરાજ અજીતભાઈ વલેરાનું દુકાનમાં કામ કરતા સમયે જ કાર્ડિયાકએરેસ્ટ આવતા મૃત્યુ થયું હતું. પુત્રની સ્મશાન યાત્રા નીકળ્યા બાદ થોડી વારમાં માતા ધીરજબેનનું પણ હૃદયરોગથી મૃત્યુ થયુ હતું. હાર્ટએટેકથી મૃત્યુ પામેલા પુત્રનો વિયોગ સહન ન કરી શકનારા માતાને પણ હાર્ટએટેક આવ્યો હતો.
જામનગરમાં મ્હાલક્ષમી ચોક વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની નાગજીભાઈ વૈદ્યની દવાની પેઢી આવેલી છે. આ પેઢી આયુર્વેદિક દવાઓ માટે પ્રખ્યાત છે. આ પેઢી ચલાવતા વલેરા પરિવારના 30 વર્ષીય યુવાન દીકરા રાજ વલેરા દુકાનનું સંચાલન કરે છે. શનિવારના રોજ બપોરે રાજ વલેરા દુકાનમાં હતા, ત્યારે અચાનક તેમની છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, અને તેમને દુકાનમાં હાર્ટએટેક આવ્યો હતો. હૃદય બેસી જતા ગણતરીની મિનિટોમાં રાજ વલેરાનો જીવ ગયો હતો.

જુવાનજોધ દીકરાના મોતના સમાચાર આવતા જ વલેરા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવાર અને સ્વજનોએ ભારે હૃદયે રાજ વાલેરાને વિદાય આપી હતી. પરંતું દીકરાના મોતનો આઘાત સહન ન કરી શકનારા માતા ધીરજબેન વાલેરાને પણ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, વલેરા પરિવારે ગણતરીના કલાકોમાં પરિવારના બે સદસ્યો ગુમાવ્યા.
તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે