Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ...

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. કારમાં સવાર ચારેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને સામેથી આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી પાસેના વિરપરાડા ગામના ક્ષત્રિય પરિવારના લોકો સ્વીફ્ટ કાર લઈને દેત્રોજ જઈ રહ્યાં હતા, ત્યારે પાટડી તાલુકાના જૈનાબાદ અને દસાડા વચ્ચે વણાંક પાસે પૂરપાટ ઝડપે આવતા રાજસ્થાન પાસિંગના ટ્રકે સ્વિફ્ટ કારને ધડાકાભેર ટક્કર મારી હતી. ટ્રકે સ્વિફ્ટ કારને મારેલી ટક્કર એટલી ભયંકર હતી કે કાર પડિકુ વળી ગઈ હતી અને નજીકના ખેતરમાં જઇને ખાબકી હતી. જેમાં સવાર ચાર લોકો કારમાં જ દબાઇ જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

surendranagar accident

ઘટનાની જાણ થતાં સ્થાનિકો લોકો એકઠાં થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. જાણ થતાં જ દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ​​​​​મૃતકોની ઓળખાણ હજી થઇ શકી નથી પણ આરટીઓમાં આ સ્વિફ્ટ ગાડી કુલદીપસિંહ પરમારના નામની હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયાએ જણાવ્યું કે, આ ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે. એમાંથી ત્રણ લોકો દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઈ છે. રાત્રે કુકવાવ પાસે અકસ્માતમાં એમના સાસરી પક્ષમા કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. તેથી લૌકિક ક્રિયામાં આ ચારેય વ્યક્તિઓ દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યાં હતા. ત્યારે આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ચારેય મૃતકો એક જ પરિવારના નહીં પણ અલગ અલગ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments