Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં આજે સવારના પહોરમાં જ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના કિટીપરામાં યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો, ગાયકવાડી વિસ્તારમાં રહેતો જાકીર જુણેજા આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ પોતાના વાડા તરફ ભેંસ દોહવા માટે જતો હતો. ત્યારે કિટીપરામાં પોતાના મિત્ર સુનિલના ઘરે માંડવો હોય તો સાથે ચા પણ લઇને ગયો હતો. બાદમાં નશાની હાલતમાં ટુ-વ્હિલરમાં આવેલા વીકી ઉર્ફે અશોક પરમારે જાકીર સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં જાકીરે પોતાના પિતરાઇ ભાઇ આસિફને ફોન કરીને બોલાવ્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા વીકી આસિફના પેટમાં છરીનો ઘા ઝીંકી ફરાર થઇ ગયો હતો. બાદમાં આસિફને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો છે.
લોહીલૂહાણ હાલતમાં આસિફને રિક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો છે. ઘટનાની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહની પીએમ માટે હોસ્પિટલ ખસેડી હત્યારાની શોધખોળ હાથ ધરી છે.
આસિફના મૃતદેહને પીએમ રૂમમાં ખસેડાતા હોસ્પિટલે પરિવારજનો આવી પહોંચ્યા હતા. પોલીસે હોસ્પિટલે પણ પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આસિફના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(ઉપરના ફોટોમાં આરોપી વીકી ઉર્ફે અશોક પરમાર અને મૃતક આસિફ જુનેજા)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
