Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ઊનાના ચાંચકવડમાં (મસાલો)માવો ખવડાવવા બાબતે હત્યા !

ગીર સોમનાથઃ ઊનાના ચાંચકવડમાં (મસાલો)માવો ખવડાવવા બાબતે હત્યા !

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનાના ચાંચકવડ ગામે મસાલો(માવો) ખાવાની બબતે એક યુવકની હત્યા થઈ ગઈ. આરોપ છે કે, ગામમાં આવેલી દુકાન પર મૃતક ભરત સોલંકી નામના યુવક સાથે આરોપી મહેશ ડાભીને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને યુવક નજીકમાં જ અરજણ સોલંકી નામના આરોપીના ઘર પાસે પહોંચતા ફરી માથાકૂટ થઈ હતી. જ્યાં બંને આરોપીએ ભરત સોંલકીને ઢીકા પાટુંનો માર માર્યો હતો. જેમાં ભરતને ગૃપ્તભાગે ઈજા પહોંચતા તેનું મૃત્યું થયું હતું.

આ કેસમાં બંને આરોપી વિરૂદ્ધ પોલીસે IPCની કલમ 302,323, 504 અને 104 મુજબ ગુનો નોંધ્યો છે.. મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે કે, બુધવારે સાડા નવ વાગ્યે તે પોતાના મોટા બાપુજીના દીકરાને ત્યા હતો ત્યારે ભરતે તેમને ફોન કર્યો હતો અને માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી અને તેનો અન્ય એક ભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ દરમિયાન મહેશને પૂછ્યું કે, શું કામ માથાકૂટ કરતો હતો જેને લઈને આરોપી મહેશે તેમને પણ ગાળો આપી હતી.

ત્યારબાદ ભરતને આરોપીએ ગુપ્તભાગે લાતો મારતા ભરત પડી ગયો હતો. ત્યારબાદ ટોળું એકઠું થઈ જતાં મામલો શાંત પડ્યો હતો અને ભરતને ઉના સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે ભરતને મૃત જાહેર કર્યો હતો. હાલ આ સમગ્ર મુદ્દે ઉના પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે ભોગ બનનારના પરિવારે કડક કાર્યવાહીની માગ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments