Team Chabuk-Gujarat Desk: ‘અડગ મનના માનવીને હિમાલય પણ પડતો નથી’ આ કહેવતને સાર્થક કરી બતાવી છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના લૂશાળા ગામના વિદ્યાર્થી મૂછડીયા ધાર્મિકે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10ના બોર્ડના પરિણામમાં ધાર્મિક મૂછડીયાએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. લૂશાળા ગામના ભરતભાઈ મૂછડીયાના પુત્ર ધાર્મિકે વિષમ પરિસ્થિતિમાં પણ પોતાની મહેનતથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 90.27 PR મેળવ્યા છે.
ધાર્મિકે આ વર્ષે જિંદગીના ઘણા બધા ઉતાર ચઢાવ સાથે ધો.૧૦ની પરીક્ષા આપી અને 90.27 PR મેળવીને ગામનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે. ધાર્મિકના પિતા ભરતભાઈ એક સામાન્ય રાજકોટ શાપરમાં રહે છે અને પરિવારનું ગુજરાત ચલાવવા માટે છકડો રિક્ષા ચલાવે છે. જયારથી તેમનો પુત્ર ધાર્મિક ધો. ૧૦ માં આવ્યો ત્યારથી ભરતભાઈ ધાર્મિક માટે ચિંતિત હતા અને ધાર્મિકને કઈ જગ્યાએ અભ્યાસ કરાવવો એ બાબત ભરતભાઈને કોરી ખાતી હતી. એટલા માટે સૌ પ્રથમ તો ભરતભાઈએ ધાર્મિકને પોતાના જ ગામમાં એક સરકારી શાળામાં એડમિશન લઈ લીધું. ત્યાં ધાર્મિકને એક બે માસ વિતી ગયા ત્યાર બાદ પણ ભરતભાઈને આત્મસંતોષ ન થતાં તેઓએ આલ્ફા વિધા સંકુલ મેંદરડા ખાતે ધાર્મિકનું એડમિશન લેવા માટે ગયા. પરંતુ ત્યાંના સ્ટાફ સાથે વાત કરતા શિક્ષકોએ ધાર્મિકનું એક કલાક ઈન્ટરવ્યૂ લીધું. જેમાં ધાર્મિકે પણ ખુબ જ સારું પદર્શન કર્યું અને શિક્ષકોને પણ અચંબિત કરી દીધા ધાર્મિકનું એડમિશન આલ્ફા વિધા સંકુલ મેંદરડા ખાતે નક્કી થઈ ગયું. જેથી ધાર્મિકે ઘરે નહીં પરંતુ ત્યાં જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ શરૂ કર્યો.
ત્યારબાદ ધો.૧૦ ના વિધાર્થીઓ સાથે ધાર્મિક પણ રોજના ૯ થી ૧૦ કલાકનું વાંચન કરતો. ધોરણ 10માં સારુ પરિણામ લાવવા ધાર્મિક ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. પરંતુ પરીક્ષાના બે મહિના પહેલાં જ ધાર્મિક માટે એક સંકટ ઉભું થયું. જ્યારે ધાર્મિક રિડીંગ રૂમમાં વાંચન કરી રહ્યો હતો ત્યારે જ તેને અચાનક જ પેટમાં દુ:ખાવો ઊપડ્યો. જેથી ધાર્મિકના પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં રિપોર્ટમાં ધાર્મિકને એપ્રેન્ડીક્સ હોવાનું નિદાન થયું ડોક્ટરે કહ્યું કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. જેથી પરિવારના લોકો અને સ્કૂલના શિક્ષકો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા. પરીક્ષા નજીક હતી અને આ બીમારી આવી પડી. પરંતુ નાછૂટકે ઓપરેશન કરવું પડે એમ જ હતું જેથી ધાર્મિકનું ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ ધાર્મિકે ધોરણ 10ની પરીક્ષાની મહેનત ન છોડી અને પથારીમાં પણ વાંચન ચાલુ રાખ્યું અને માનસિક રીતે સ્ટ્રોંગ થઈ પરીક્ષામાં પણ ખુબ જ સરસ પ્રદર્શન કર્યું.
આખરે જ્યારે રીઝલ્ટ આવ્યું તો ધાર્મિકને હરખનો પાર ના રહ્યો. ધાર્મિકને 90.27 PR હતા. જેથી પરિવાર પણ હરખમાં આવી ગયો અને શિક્ષકો પણ ખુશ થયા. ધ ચાબુક સાથેની વાતચીતમાં ધાર્મિકે કહ્યું હતું કે, મારે હવે ધો. ૧૧ માં સાયન્સમાં એડમિશન લેવું છે અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરવાની મહત્વકાંક્ષા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
