Homeદે ઘુમા કેયુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર...

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. આજે ગુરુવારે 20 માર્ચના રોજ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર હતા. યુઝવેન્દ્રના વકીલ નીતિન ગુપ્તાએ છૂટાછેડાની પુષ્ટિ કરી છે.

બુધવારે, બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે ચહલની અરજી પર ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ચહલ 21 માર્ચથી ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે તેને IPLમાં ભાગ લેવાનો છે. બાર અને બેન્ચ વેબસાઇટ અનુસાર, ‘બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ પણ માફ કર્યો હતો.’ બંને છેલ્લા અઢી વર્ષથી અલગ રહે છે. બંને વચ્ચે 4.75 કરોડ રૂપિયામાં સમાધાન થયાના સમાચાર છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020 ના રોજ થયા હતા.

આજે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા કોર્ટમાં પહોંચ્યા હતા. બન્ને પોતાના મોં પર માસ્ક પહેરીને કોર્ટ પહોંચ્યા હતા. બન્નેમાંથી એકપણે મીડિયા સામે કોઈપણ વાત કરી ન હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments